SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - . -- — - - - દેશના- ૨૭. [૧૧] જાળ નાંખી, પેલો જ મસ્ટ એમાં આવે છે, કેમકે દેવ માયા છે. દેવ ઇરાદાપૂર્વક મસ્યરૂપે આવે છે, પરંતુ માછીમાર અડગ છે, તેને છોડી મૂકે છે. ફરી જાળ નાંખે છે, ફરી એજ મસ્ત આવે છે. માછીમારની દઢતા જેવાને દેવે દાવ માંડે છે. દેવે ગોઠવેલી બાજીમાં દેવ હારે છે, માછીમારને વિજય થાય છે. દેવ દરેક જાળમાં મસ્વરૂપે પિતે જ આવે છે, એટલું જ નહિ, પણ બીજા મત્સ્યને તેમાં આવવા દેતું જ નથી. છતાં માછીમાર લેશ પણ ડગત નથી, કે ખિન્ન મનવાળે થતું નથી. આજના કાયદાબાજ મનુષ્યો તો કહી દે કે “કરી ને હવે, પછી આલેયણ લઈ લઈશું” પણ મહાનુભાવ! એમ ઈરાદાપૂર્વક ભંગ કરવાની આલોયણા હોય? આયાણા તે અકસ્માતાદિ કારણેને અંગે વિહિત કરેલી છે. અજાણતાં માખી મરી જાય, એની આલયણ, પણ જાણી બૂઝીને માખી મારે; અને કહે કે પછી આલોયણું લઈશું એમ ધારીને માખી મરાય?, એવી ધારણાથી હિંસા થાય ?; જરા પ્રસંગને સમજજે. જબાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું? જીવનની માત્રા કરતાં જુબાનમાં માત્રા વધારે છે. “જીવન” શબ્દમાં ચાર માત્રા છે, અને જુબાન શબ્દમાં પાંચ માત્રા છે. આજના યુગમાં વાતોના તડાકા દેવાય છે. જુબાન ફર્યા પછી જીવન રહે તે શા કામનું? પરીક્ષા કરવા આવેલ દેવ દાવ ખેલે જ ગયે; માછીમારની જાળમાં બીજા માસ્યને ન આવવા દઈને પિતેજ આવતો ગ. માછીમાર પણ તેને છેડતો જ ગયે. આખો દિવસ આમ જ ચાલ્યું, હવે વિચારે કે માછીમારની પરિણતિ કેટલી દઢ?, હબિલની વ્યવહારૂ સ્થિતિ કેવી છે?, ઘેરે સાંજનું અનાજ પણ નથી, જાળમાં માછલા આવે, તે વેચે, તે દ્રવ્યથી અનાજ લાવે, ત્યારે હાલીમાં રાય તેમ છે. બાયડી પણ કુભારજા હતી. માછીમારે કુભારજા સ્ત્રીના ડરે ઘેર જવાનું જ માંડી વાળ્યું. ઘેર ન જવું કબૂલ, ભૂખ્યા પડી રહેવું એ કબૂલ, પણ નિયમ તે નિયમ!, અને નિયમનું પાલન કરવું તેજ જીવન. હરિઅલ જંગલમાં જાય છે, અને રાત્રે ત્યાં કોઈ મંદિરમાં સૂઈ જાય છે. હવે વિચારે કે ભાગ્ય-પુણ્ય શું કામ કરે છે! એકજ માછલાને અભયદાન આપવાના નિયમમાં અડગ રહેવાના યોગે ભાગ્યનો પલટો કે તત્કાલ થાય છે તે જુઓ. રાજકુંવરીને એજ નગરના હરિમલ” નામના શ્રેષ્ઠી પુત્ર સાથે એજ જંગલમાં, એજ સ્થલે, એજ મંદિરમાં મળવાનો સંકેત થયેલે છે, તે સંકેતાનુસાર, રાજકુંવરી રથમાં ત્યાં આવે છે, અને “હરિબલ, હરિબલ!' કહીને એમ બૂમ મારે છે. હવે જે હરિબલ આવવાનો હતો, તે ન આવ્યા; શાથી ન આવે? તેણે (આવનાર વણિક પુત્ર) વિચાર્યું, કે “રાજકુંવરી સાથેાસવાનો વિચાર તો કર્યો પણ એમાં મારી સલામતી નથી. રાજાના હાથમાં આવ્યા તો બાયડી લેતાં બાર વાગશે.” એટલે વણિપુત્ર તે નજ આ રાજકુંવરીએ “હરિબલ” એવી બૂમ મારી કે પેલે હરિબલ બહાર આવ્યું. રાત્રિના અંધારામાં રાજકુંવરીએ કાંઈ જોયું નડુિ, જેવાની કલ્પના પણ ન જ હોય એટલે તેણે તે કહ્યું કે-બેસો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy