SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- * - - • - • • • • --- - -- - શ્રીમેધ-દેશના-સંગ્રહ. માનવું પડે છે. આખી માન્યતાને બદલીને એમજ માનવું રહ્યું કે-ઈઝ સ્પર્શ, ગંધ, રૂપ શબ્દ એજ આત્માને ફસાવનાર છે; અને ચારે ગતિમાં ચક્રાવે ચઢાવનાર છે. હવે વિચારે કે અનાદિની બુદ્ધિને આખી પલટાવવી એ કેટલું મુશ્કેલ? પ્રથમ તે ભેગેને સારા માનેલા, અનાદિથી એ સરકારે રૂઢ થયેલા, હવે એ સંસ્કારને સદંતર ઉલટાવવા એ સહેલું નથી; અને આ બુદ્ધિ ગ્રંથભેદ પછી જ થાય. ગાંઠ ભેદાય નહિ ત્યાં સુધી આ બુદ્ધિ થાય નહિ. વિષયમાં પણ ઈષ્ટ અનિષ્ટને ભેદ છે. અનાદિથી ઈષ્ટની ઈચ્છા હોય છે, અને અનિષ્ટથી સર્વ ત્રાસી ગયા છે. જનાવરના ભાવમાં પણ ઈન્ટ તરફ દોડતા હતા, અને અનિષ્ટથી તે ભાગતા જ હતા. નજરે જોઈ શકો છે કે જનાવર પણ તડકે ઉભું રહે છે? નહિંજ, તરતજ છાંયે ચાલ્યું જાય છે. ગમે તેવી તરસ લાગી હોય છતાં જનાવર પણ મૂ તરના કુંડામાં તે મેં નહિજ ઘાલે. આ જીવને અનાદિકાલથી શુભ વિષયે જ સુખના કારણ રૂપ લાગ્યા છે, અને સંસ્કારજ એ છે. આથી જ કહેનારને દુન્યવી પદાર્થોને અંગે કહેવું પડયું કે દુનિયાના કિંમતી પદાર્થોની તે કિંમત દુનિયાની બહેન કાવટના આધારે છે. તેનું રૂપું હીરા મેતી મણું માણેક પન્ના આ બધાને મૂલ્યવાન કેણે મન્યા?. દુનિયાએ જને ! તાર્યું કે આ સ્થિતિ દુનિયાએ ઉભી કરેલી છે, પણ ઈષ્ટમાં સુખ અનિષ્ટમાં દુઃખ તે દરેક જીવને સ્વાભાવિક છે. એક ગર્ભવતી બાઈને આઠમે મહિને એવું થયું કે ગર્ભને હાથ બહાર નીકળે છેડાદોડ થઈ, ડાકટરે ગભરાય અને વાઢકાપ કરવાનો નિર્ણય કર્યો. કઈ અનુભવી વૃદ્ધ વેવે કરામત કરી. દીવાસળી સળગાવી પિલા ગર્ભના બહાર નિકળેલા હાથ ઉપર ચાંપી, એટલે તે ગર્ભે હાથ પાછો ખેંચી લીધે. ગર્ભમાં પણ સુખ દુઃખનું ભાન તે છે ને! ઈષ્ટ વિષયથી સુખ, અને અનિષ્ટથી દુઃખ માનવું એ કૃત્રિમ નથી, પણ સ્વાભાવિક છે. આનું જ નામ ગ્રંથભેદ છે. જગતમાં દેખાય છે કે લુચ્ચાઓ બરફી આપીને કલી કાઢી લે છે. બરફી આપ્યા વિના કલી કાઢી લેવાતી નથી. સંસારમાં પણ મહારાજાએ જીવને ફસાવવા ઈષ્ટ વિષયે રાખ્યા છે, અને ઈષ્ટ વિષયમાં સર્વ ફસાય છે. ઈષ્ટ વિષયમાં જીવને લલચાવવાનું સાધન મેહરાજા પાસે જે ન હેત તે આ જીવને ભટકવાનું હેત જ નહિ. જીવનુ સત્યાનાશ વાળનાર જ ઈષ્ટ વિષયે છે. જેમ સમજુ માણસ પેલી બરફીને ઝેર ગણે છે, તેમ સમતિ પણ ઈષ્ટ વિષને ઝેર ગણે છે. સમક્તિીની માન્યતા જ અલગ હોય છે. એ શું માને છે?, ઈષ્ટ વિષયે આત્માને રખડાવનાર છે અને અનિષ્ટ વિષયે જ મોક્ષ માર્ગમાં મદદગાર છે, નિર્જરાના સાધનભૂત છે. આવી બુધ્ધિ થવી, બુદ્ધિનું આવું પરાવર્તન એનું જ નામ ગ્રંથભેદ છે. પ્રથમ ઈષ્ટ વિષયે તરફ પ્રીતિ હતી, અનિષ્ટ વિષય તરફ અપ્રીતિ હતી, તે ગ્રંથીભેદ થતાં વિપરીત રૂપ ધારણ કરે છે. એટલે કે ઈષ્ટ વિષયે તરફ અપ્રીતિ, અનિષ્ટ વિષયે તરફ પ્રીતિ જાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy