________________
ઘણી સુણી વાત એણે, અમ સાથે કરી, હવે મથુરા જઈ, બેઠા શિરછત્ર ધરી. ૪ અમે આહીર એવા મન ગમ્યા નહિ, લાજતા ગેકુળ ન આવે, એવું મનમાં સહી. ૫ અહી કાળી કામળી ઓઢી, દુઃખ પામ્યા હશે, હવે હરિ હેતે વસ્ત્ર ધરી સુખી થશે. ૬ શામળીએ શીદને આવે, રીસ હૃદયે હશે, વાલાજીને વ્રજમાં બીજુ, વાવું કેણ વસે. ૭ એનાં માત તાત માટે, તમને મેકલ્યા, અમને કેણ સંભારે, ગુણે ભૂંડા ભલાં. ૮ પહેલી બહુ પ્રીત કરી, દારા ને મૂક્તા, હવે તે હેત ઉતાર્યું, ફાટરી નથી થુંકતા. હવે એક મધુકર આવ્ય, ચતુરા ચરણે નમે. તેને તિરસ્કાર કર્યો, અલી શાને ભમે. ૧૦ તારી વન વેલ ફૂલી, મન વ્યાકુળ થયે, કાળો હેય કુડે ભર્યો, તેને સંગ કેણ કરે. ૧૧ કાળાને સંગ કર્યો, દુઃખ પામ્યા ઘણું, કાળાનું વિખ ન વળે, કારણ કાળા તણું. ૧૨ અમને અવધ કરી, કૃષ્ણ મથુરા ગયા, મનમાં મેર ન આવી, દિન ઘણુ થયાં. ૧૩ એમનું રૂપ જેવા, નેણ તલપી રહ્યા, જીવ્યા એ જ સગાઈ, ઘણું ઘેલાં થયાં. ૧૪ શ્રવણ અધીરા ઘણું ઘણું થાય છે, હસ્ત હરિસેવા કરવા અતિ અકળાય છે. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com