________________
૪૧
-
૪
વજ વિચિત્ર લીલા જીવને જે કરી, તે તો અમે અબળા જાણ્યું રહ્યા હદયે ધરી. ૨ નીત નીત નવલ નેહે આંગણીએ આવતા, મનહર મેરલીવાળા ભીતર ભાવતા. સંધ્યા સમે સાદ દેતા સુરભી દઈને વાણામાં વાટ જોતાં વલેણા વલેઈને. સાકર માખણ રાખી આરોગવા આવતાં સાસુડી નદી આદિ સહુ સતાવતાં. હરિજન લેક લવે સહુ તે સાંખતા; મનમાં સમજી ૯હેતા મુખે નવ દાખતાં. મહી વેચવાને અમે વેગે વનમાં જતાં, -વાલાનું મુખડુ જતાં મન વ્યાકુળ થતાં. ૭ દહીંનું દાણ લેવા મારગમાં રેકતા, રસની રેલ રચે વાલે વ્રજ દેખતાં. ૮ ગોપીનું ગોરસ પીવા પ્રપંચ હરિ આદરે, માનનીનું મુખ જેવા ઘુંઘટ પર કરે. ૯ અરે તારી સુરત સારી ગોરસ મીઠું હશે, અમને પાશો જ્યારે કારજ ત્યારે થશે. ૧૦ કેઈના કઠે હાર આપે ફૂલના કરી, નેણ કટાક્ષે કર સહી મન લીએ હરી. ૧૧ પછી નારીએ પ્રસન થઈ દધી પાય પ્રીતશું; હાસ્ય વિનેદ થાય એવી રસ રીતશું. ૧૨ અમને લાડ લડાવ્યા આનંદના ઓધમાં; કહે કેમ તૃપ્તિ થાયે તમારા જેગમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com