SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ મોટા મુનિ જોગ સાધે, એને પામવા; દેહનું દમન કરે; ભવ દુઃખ વામવા. સંસાર સુલભ હે શાંત તપ આચરે; સુખ સમૃદ્ધિ મેલી, શીદને નીસરે. જેને વૈરાગ્ય વ્યાયે, સહુ મૂકી ગયા ગૃહ અંધ કુપ તજી જપી વનમાં રહ્યા. ૯ મેટા મેટા રાજ, તજી ગયા તપ સાધવા; શિવ સ્મશાન સેવે, એને આરાધવા. ૧૦ ષિ આડયાસી આવે, જઈ વનમાં વસી; આત્માનું સાધન કરે, પલટે મહાદશા કહી. ૧૧ માયાને સંગ મૂકી મળ્યા તે મહા વને; ભાવે હરિને ભેટયા, ભુલ્યા દેહ ભાનને. ૧૨ એ ઉપદેશ અમાંરે, માનશે માનુની; ત્યારે તન માંહી થશે, ભાળ ભગવાનની ૧૩ પળમાં પ્રગટ થાશે ભ્રાન્તિ સહુ ભાંગશે: નિજસ્વરૂપ થાશે સાથે, જ્યારે લેહ લાગશે. ૧૪ અજપા જાપ થાય, જુઓ તે સાંખીને; હર્ષ ને શેક સર્વે, દીયે ઉર નાંખીને. ૧૫ સાખી–નિજ સ્વરૂપ જ્યારે જડે થાય કલ્પના નશા; જેને હૈડે ખેલતા, તે પોતાને પાસ. ઓધવ કહે સહુ સાંભળે ચતુરા ચતુર સુજાણ; પ્રતીત ન આવે પ્રેમદા, તે પૂછો વેદ પુરાણ. વિશ્રામ-પછી વ્રજ બાળ બોલે રીસ અમને ચડે અમે તે જુવતી જન, એવું કેમ આવડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034769
Book TitleBhagwatna Path Sathe Nemnathno Saloko ane Saras Gita
Original Sutra AuthorN/A
AuthorKrushnaprasad Bhatt
PublisherMahadev Ramchandra Jagushte
Publication Year1963
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy