________________
ઉર અંતર એપે, માળા મુક્તા તણું, પીતાંબર અંગ ધર્યા, શભા દિસે ઘણું. ૧૬ ભુજે ભલા ભૂષણે ધર્યા, રૂંઢ કરી રાજે છે, જોઈ પદ જુગલે છબી મનમથ લાજે છે. ૧૭ ગોપી કહે ભલે આવ્યા સખા છો શામના લેક બહુ લાંઠ કહીએ ગોકુળ ગામના. ૧૮ મુખે તે મીઠું બેલે મેલ ઘણો મનમાં
જુઓ અમે સંગ કર્યો મેલ્યા મહાવનમાં. ૧૯ સાખી–ઓધવ કહે અમે આવી આ નિશાની ગમી એક
મહારાજે મુને મેકલ્થ દેવા જ્ઞાન વિવેક. શોક ન ધરશે સુંદરી પ્રભુ સદા તમ પાસ
ઉદ્ધવ ભાવને પરહરે રાખે દઢ વિશ્વાસ, વિશ્રામ-મને શ્રીકૃષ્ણે કહ્યું કહ્યું તે કામની;
બ્રાંતી મને મનની ભાગે ભજે હરિ ભામની. હરિના હેતુ છે. તમે સહુ તારુણી; નિરમલ જ્ઞાન ગ્રહો તજે વિષ વારુણ. કૃષ્ણ ઉદક જે આ સંસાર છે; તેમાં એક તત્વ છે, મોટું સમજણ સાર છે. ૩ જેને તેને તપાસ્યું, સદેહ તેના ટળ્યા; પ્રણવ ધ્યાન ધરી, ભાવે હરિમાં ભળ્યા. ૪ નિરંજન વેદ ગાયે, તે તે ઘટમાં વસે; એક દલ્ટે જશે જ્યારે, ત્યારે લુબ્ધાઈ જશે. ૫ ભિન્ન ભાવ ભાંગશે જ્યારે, બ્રહ્મને ભાળશે; આત્મા અખંડ એ, નિરંતર ન્યાળશે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com