________________
ર૭ ઊંચે સ્વરે ઉચરે એવું આનંદે ગાઈને, અહે કૃષ્ણ બાળા નેહી, કેમ ગયા વાહીને. નૌતમ નાદ તણે શબ્દ ધૂન થાય છે, ઓધવ આનંદ પામ્યાં જમુના જાય છે. ૫ આવી આ રીતનયા તીરે સુખ પામ્યા ઘણું, તનમન રંજન કરી, ધ્યાન હરિ તણું. ૬ સખી એક સદન થકી, બારણે નીસરી, રથ નંદ દ્વારે દંઠે, જેયું જુકતે કરી. ૭અક્રુર આવ્યા હતા, આ રથ લઈને, સુખ સઘળું મટયું ગયાં દુઃખ દેઈને. ૮ રથ શા અર્થે આવ્યે, વળી શું વિસરિયું, જીવનપ્રાણ જાતા, પછી શું ઉગરિયું. ૯ અન્ય અન્ય વાત જાણું, આવી સહુ સુંદરી, પ્રીતે જશોદાને પૂછે, આવ્યા શું શ્રી હરિ. એટલે ઓધવ આવ્યા, યમુના નાઈને, હરિના જન જાણું નમ્યા શરણે ધાઈને. ૧૧ જેવા જુગદીશ કહીએ, એવા જન એહનાં, રૂપ ગુણ વરણ એવાં શભા વિદેહના. ૧૨ મસ્તક મુગટ સોહીએ, તેજ ઘણું તે તણું, તિલક કેસર કેરું, સુંદર સોહામણું. ૧૩ જગમગ ઝળકી રહ્યા, કુંડળ કાનમાં નેત્રદલ કમળ જેવાં લાગી પલ ધ્યાનમાં. ૧૪ પ્રફુલિત મુખ, શરદ કેરે શશી, નિરંતર એક હરિ રહ્યો હદયે વસી. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com