________________
વાત, ભાઈશ કીધે આ તે ઉત્પાત ? ૧૬ નેમજી કહે સાંભળે હરિ, મેં તે અમસ્તી રમત કરી; અતુલી બળ દીઠું નાનુડે વેશે, કણજી જાણે એ રાજને લેશે. ૧૭ ત્યારે વિચાર્યું દેવ મોરારિ, એને પરણાવું સુંદર નારી; ત્યારે બળ એનું ઓછું જે થાય, તે તે આપણે અહીં રહેવાય. ૧૮ એવો વિચાર મનમાં આણી, તેયા લક્ષ્મીજી આદે પટરાણ; જડક્રીડા કરવા તમે સહુ જાઓ, તેમને તમે વિવાહ મના. ૧૯ ચાલ પટરાણ સરવે સાજે, ચાલે દેવરીઆ હાવાને કાજે; જડકીડા કરતાં બોલ્યાં રુકમણી, દેવરીઆ પરણે છબીલી રાણું. ૨૦ વાંઢા નવ રહીએ દેવર નગીના, લા દેરાણી રંગના ભીના; નારી વિના તે દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું. ૨૧ પરણ્યા વિના તે કેમ જ ચાલે, કરી લટકો ઘરમાં કેણ માલે? ચૂલે ફૂંકશે પાણીને ગળશે, વેલાં મેડાં તે ભેજન કરશે. ૨૨ બારણે જાશે અટકાવી તાળું, આવી અસુરા કરશે વાળું; દીવાબતીને કણ જ કરશે, લીપ્યા વિના તે ઉકેડા વળશે. ૨૩ વાસણ ઉપર તે નહિ આવે તેજ, કેણ પાથરશે તમારી સેજ; પ્રભાતે લુખે ખાખરે ખાશે, દેવતા લેવા સાંજરે જાશે. ૨૪ મનની વાત તો કેણને કહેવાશે, તે દિન નારીને એર થાશે; પણ આવીને પાછા જાશે, દેશ, વિદેશ વાત બહુ થાશે. ૨૫ મોટાના છે નાનેથી વરીઆ, મારુ કહ્યું તો માને દેવરિયા, ત્યારે સતભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળે દેવરીઆ ચતુર સુજાણ. ૨૬ ભાભીને ભરોસે નાશીને જાશે, પરણ્યા વિના કોણ પિતાની થાશે? પહેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com