________________
૧૮
ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તે તમને કરશે. રછ ઊંચાં મન ભાભી કેરાં કેમ રહેશે, સુખ દુઃખની વાત કોણ આગળ કહેશે? માટે પરણીને પાતળી રાણી, હું તે નહિ આપુ ન્હાવાને પાણી. ૨૮ વાંઢા દેવરને વિશ્વાસ રહીએ, સગાં વહાલામાં હલકા જ થઈ એ; પરણ્યા વિના તે સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કણ જાશે? ૨૯ ગણેશ વધાવા કેને મેકલશે, તમે જાશે તે શી રીતે ખલશે; દેરાણી કેરે પાડ જાણીશું, છરું થાશે તે વિવા માણીશું. ૩૦ માટે દેવરીઆ દેરાણું લાવે, અમ ઉપર નથી તમારો દાવો; ત્યારે રાધિકા આઘેર આવી, બાલ્યાં વચન તે મેઢું મલકાવી. ૩૧ શી શી વાત રે કરે છે સબી, નારી પરણવી રમત નથી; કાયર પુરુષનું નથી એ કામ, વાવરવા જોઈએ ઝાઝેરા દામ. ૩૨ ઝાંઝર નુપૂર ને ઝીણી જવમાલા, અણઘટ વીંછીઆ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ઘુઘરીએ જોઈએ, મોટે સાંકળે ઘુઘરા જોઈએ. ૩૩ સોના ચૂડલે ગુજરીના ઘાટ, છલા અંગૂઠી અરિસા ઠાઠ, ઘુઘરી પચી ને વાંક સોનેરી, ચંદન ચૂડીની શેભા ભરી. ૩૪ કલા સાંકળા ઉપર સિંહમારા, મરકત બહુમુલા નંગ ભલેરા; તુલસી પાટિયાં જડાવ જોઈએ, કાલીકઠીથી મનડું મેહીએ. ૩૫ કાંઠલી સોહીએ ઘુઘરીયાળી, મનડું લેભાયે ઝુમણું ભાળી; નવસેરે હાર મેતીની માળા, કાને ડેળા સેનેરી ગાળા. ૩૬ મચકણિયાં જોઈ એ મૂલ્ય ઝાઝાનાં, ઝીણાં મેતી પણ પાણી તાજાનાં નીલવટ ટીલડી શેભે બહુ સારી, ઉપર દામણ મુલની ભારી. ૩૭ ચીર ચૂંદડી ઘરચોળાં સાડી, પીલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com