________________
જન, સ્થિતિ વિચારે ભક્તજન. એક દિવસે આવ્યા મથુરા માંય, કહેતા સમાચાર હૃદય ભરાય. ગોપીઓએ કહેલી વાત, શ્રીકૃષ્ણને કહી સાક્ષાત. કહેતા ઓધવ શાંત થયા, કૃષ્ણજી તે સાંભળી રહ્યા
કેસર કસ્તુરી કપુર સાર, અગરતણા થાય ધુપ અપારચંદરે શેર મતી તણી, પ્રભુ પધાર્યા કુબજા ઘર ભણી. અરજી ચરણામૃત લેતા જાય, મુખે હરિના ગુણ ગાય.
કૃષ્ણજી કહે થાઓ તૈયાર, જઈએ પાંડને મળવા નિરધાર. કુન્તાજી પાસે દુઃખ, કહું છું તેને મુખ, ત્યાં તે કંસ કેરી નાર, ગઈ એ તે પિયર મેઝાર. જરાસંઘને કહી વાત, કોધ ભરાયે તે સાક્ષાત્ જરાસંઘ સૈન્ય લઈને જાય, ધૂળથી આકાશ તે ઢંકાય. અગણિત રીન્ય લીધું સાર, ગણતા નાવે તેનો પાર. ઘણું રાજાને જીતતે જાય, અહંકાર એને મનમાં ન સમાય. લેહીની તે સરિતા વહી, મસ્તક તેમાં જાય છે વહી. લઢતાં કૃષ્ણ નાઠા ત્યાંય. કાળયવન તે પાછળ ધાય. જ્યાં સૂતા છે મુચકુંદરાય, ત્યાં આવ્યા છે જદુરાય. એરાઢી પામરી પ્રીતે ત્યાંય, આવ્યો ત્યાં તો કાળયવન રાય. મારી લાત મુચકુંદને ત્યાંય, બળી અગ્નિથી ભસ્મ થાય. મુચકુંદને મન થયે વિચાર, મેં તે નિદ્રામાં છે અવતાર. કાળયવનને કરાવી નાશ, મથુરાં પધાર્યા પૂર્ણ પ્રકાશ. યાદવ કારણ જગદાધાર, વસાવી - દ્વારામતિ સાર. સહુને મન ચિંતા ઘણી, પણ સાચવનાર છે ત્રિભુવન ઘણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com