________________
શુકદેવજી કહે સાંભળ રાય, ઓધવજી ગોકુળે જાય, જોવા મળ્યાં ટેળે નરનાર, આ તે નથી અફર નિરધાર. ઓધવ કરે છે ત્યાં તે વિચાર, નંદ સાથે આરોગે તે વાર. પાન બાસડની બીડી કરી. લવિંગ સોપારી માંહે ધરી. ઢાળી ઢાલિયા ચાંપે પાય, નંદના નંદન ઢોળે વાય. કૃષ્ણ મથુરાના થયા, માતાને એ ભૂલી ગયા. મછ તરફડે જળ વિના જેમ, તેમ તરફડું કૃષ્ણ વિના એમ. દૂધ દહીં માખણ સાર, કૃષ્ણ વિના હુ કોને ધરનાર. ઘેર મારે છે ઘણેરી ગાય, કૃષ્ણ વિના કેણ ચારવા જાય. ક્યાં છે મારો નિશાળીએ? ક્યાં છે મારો ગોવાળિયે. કૃષ્ણ વિના છે અંધારું અહીં, જાઉં ક્યાં ને શેધું કહી. કેટલું કહીએ, કયાં જઈ રહીએ, કૃષ્ણ વિના અથડાઈ મરીએ.
વાત કરતાં વીતી રાત, રવિ ઉ ને થયે પ્રભાત, જ્યાં જ્યાં સુણે ત્યાં કૃષ્ણનાં ગીત, ગેપીઓનું લાગ્યું કૃષ્ણમાં ચિત, જોઈ જોઈ ઓધવ વિચારે મન, કૃષ્ણ વિના ના થાય આ પ્રસન. ઓધવજી જોઈ ગેપીસાથ, કહે. તમને મળશે વૈકુંઠનાથ.
ગેપી કહે ઓધવ સાંભળો સાર, શ્રીકૃષ્ણ છે અમારા આધાર. કેમ કરીએ એની પ્રીત, એ નગુણાની એ છે રીત. ધાવતાં માસીને મારી, શું કહીએ અમે આ વારી. દેટ દીધી વાળે જ્યાંય, માર્યો બકાસુરને ત્યાંય. અઘાસુર આવ્યા આંય, શું કહીએ તેની દશાય. કહેજે અમારી કૃષ્ણને વાત, જોયું છે તે સાક્ષાત. ઓધવને વળાવે ગેપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com