________________
કનક શા ભરી આવ્યા સાર, વધાવ્યા છે કેશવરામ. કેશર ચંદન લ કુ જ નાર, આવી સામી તે તો સાર. શ્રદ્ધા ભકિતથી પૂજે છે ભગવાન, ભગવાને દીધાં તે રૂપનાં દાન.
ગેશ્વર જેરું ઊંચું ત્યાંય, અકળ રૂપ તે દેખાય. બ્રહ્માજી ઓળખે સ્વરૂપ, અરે બ્રહ્મજ્ઞાને જાણિયું રૂપ. હાથ જોડી ત્યાં તકાળ, માની મુજને દાસ ગોપાળ. શાળવીએ જોયા બાળ, કંસને લાગ્યા છે તે કાળ. જે રવરૂપે ચિંતવે સાર, તેવા એ જુએ સંસાર. મલ્લ સાથે લઢયા હરિ, તે મર્યા ન ઉડયા ફરી. કંસને ઉપ મનમાં ખેદ, લડતાં ત્યાં થયો પ્રસવેદ. લઢતાં હણ્ય કસરાય, જય જયને ત્યાં ના જ ધાય. ઉગ્રસેનને આપ્યું રાજ, સર્વનાં થયાં મંગળ કાજ. માતા પિતાને ભેટયા હરિ, જુવે ભગવાનને દેવકી ફરી ફરી. ત્યાં તે આનંદ ઓચ્છવ થાય, દાનમાં આપે અને ગાય. વળી. રને આપ્યાં અપાર, ભિક્ષુક કરે જય જયકાર.
અવંતી આવ્યા કૃષ્ણબળદેવ, સાંદિપનીને ત્યાં સત્યમેવ. સકળ શાસ્ત્ર ભણ્યા ત્યાં સાર, મર્યા પુત્ર દક્ષિણમાં દીધા તે વાર. ગોરાણી દેતાં દેણી વિસર્યા, શ્રીકૃષ્ણ હાથ લાંબા કર્યો. દેણી પી તત્કા, પાર ન પમાય દીનદયાળ.
ઓધવને કહે છે જગરાય, તમે જાઓ કુળમાંય. વલોણે વાતે થાય, ને જશોદા દુઃખીયાં થાય. રડતાં પિકારે મારું નામ, મારા વિણ ન છે આરામ, કાળરૂપ અક્રર આવ્યો સાર, લઈ ગયે આપણે પ્રાણાધાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com