________________
મછા રૂપ ધરી મોરાર, સમુદ્રમાં પેઠા છે સાર. શંખાસુરને મારી નાથ, વેદ લાવ્યા પિતાની સાથ. કચ્છા રૂપ ધરી જગનાથ, સમુદ્ર મો પતાને હાથ. ચૌદ ભુવનના તમે આધાર, ઘેર લાવ્યા લક્ષ્મીનાર. ધરરૂપ વરાહનું તત્કાળ, રાખી પૃથ્વી જતી રસાતાળ. ધર્યું નરસિંહ અદ્ભુત રૂપ, માર્યો હિરણાકશ્યપ ભુપ. ભકતનું તે કીધું કાજ, પ્રહલાદને આપ્યું છે રાજ. પાંચમે વામન થયા છે હરિ, બબિરાય પર દષ્ટિ કરી. માંગી ડગલાં ત્રણ તે કાળ, બળિને ચાં, છે પાતાળ, છઠે થયા પરશુરામ, ફેડવા ક્ષત્રિી કેરા ઠામ. નક્ષત્રી પૃથ્વી તે કરી, ગવ એને ગર્વ હરી. સાતમે ધર્યો અવતાર, થયા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ, દશરથ ઘેર જમ્યા હરિ, ધર્મની સ્થાપના તમે કરી. રામનામ ધરીને સાર, ભકતને કર્યો ઉદ્ધાર. રાવણ અસુર માર્યા સાર, દેવે કરતા જયજયકાર. આઠમે ધર્યું કૃષ્ણ નામ, વસુદેવ ઘેર પ્રગટ્યા પૂરણકામ. શ્રાવણ વદ આઠમ સાર, પ્રગટયા તમે જાદવકુળ શણગાર. દેવકીની ઉજાળી કુખ, ભક્તને દેવાને સુખ. પાયે પદ્મ શેભે સાર, રેખાએ વળી છે ચાર. લંછન શેભે અપરંપાર, ધરી ગળે વૈજયંતિ માળ. શંખ ચક્ર પદ્રને ગદા, એ તે શેભે છે રે સદા. નવમે લેશો બુદ્ધાવતાર, હાથમાં લેશે માળા સાર. દશમે કલંકી અવતાર, ફરશે ફેરા પૃથવી પાછળ સાર. લક્ષમીજી કેરા તમે ભરથાર થાયે સર્વત્ર જયજયકાર.
પડા પળમાં કૃષ્ણ બળદેવ, મથુરાવાસી આવ્યા એવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com