________________
8 : જેનદર્શન-શ્રેણી : ૨-૩
ના અંધકારને નાશ કરવાવાળા, હજારે સૂર્યના પ્રકાશ સમાન, આપને મારા નમસ્કાર હો. ચંદ્રની શીતળતાથી પણ અધિક શીતળ સ્વભાવયુક્ત પ્રભુ! આપને મારા વંદન હો. લેશથી સર્વથા મુક્ત નિરામય ચિત્તવાળા પ્રભુ! આપને મારા વંદન હો. હે પ્રભુ ! તમને વંદન કરીને જગતના છ ભય અને દુઃખમુક્ત થાય છે.”
ભગવાનની સ્તુતિ કરતા ઈન્દ્રનું ચિત્ત હજી સંતોષ પામતું ન હતું. છતાં સમયોચિત તેણે પ્રભુની વારંવાર સેવાયાચના મળે તેવી પ્રાર્થના કરી પ્રભુને તેમની માતાના પડખામાં મૂકી દીધા. અને મને મન ઉદ્ગાર નીકળી પડ્યા કે, પુત્ર તમારે સ્વામી અમારે, અમ સેવક આધાર. માતા! જતન કરી જાણ એને તુમ સુત અમ આધાર
પ્રાતઃકાળ થતાં પ્રિયંકર દાસીએ ભગવાનના જન્મના સમાચાર રાજા અશ્વસેનને આપ્યા. રાજાએ દાસીને આ જન્મનું દારિદ્રય ફાટી જાય તેટલી ભેટ આપી પ્રસન્ન કરી, અને રાજ્યમાં જન્મોત્સવ જાહેર કર્યો. ભગવાન જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે વામાદેવીએ કૃષ્ણપક્ષની રાત્રિએ એક સર્પને પિતાના પડખામાં નિર્ભયપણે જે હતે. રાણીએ આ સ્વપ્નની વાત રાજાને જણાવી હતી. તેનું સ્મરણ થતાં રાજાએ કુમારનું નામ પાન્ધ રાખ્યું.
દેવ-દેવીઓ અને ધાત્રીઓના લાલન પાલન વચ્ચે પાW. કુમારની બાળકીડા સૌને આનંદ આપતી હતી. જો કે ભગવાન
તે જ્ઞાન સહિત જમ્યા હતા. તેથી તેમની બાળકીડા પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com