________________
ભગવાન પાર્શ્વનાથ : 9
સૌને સુખદાતા હતી. અતીન્દ્રિય જ્ઞાનસહિત જન્મેલા ભગવાનને શાળાના શિક્ષણની આવશ્યક્તા ન હતી. પણ માતા-પિતાને મન ગમે તેવાં ઐશ્વર્યવાન સંતાને બાળરૂપે જણાય છે. લૌકિક આચાર પ્રમાણે ભગવાન શાળાએ ગયા અને રાજ્યને યેગ્ય શિક્ષણ-કળાઓ પ્રાપ્ત કરી. કાળક્રમે વૃદ્ધિ પામતા પાર્શ્વકુમાર યુવાન વયને પામ્યા.
પાકુમારે એક આપદ્ ધર્મ બજાવ્યું
એક વાર રાજા અથવસેન રાજ્યસભામાં બિરાજમાન હતા. નિકટમાં પાર્વકુમારની બેઠક હતી. તે સમયે એક રાજપુરુષે પ્રવેશ કરીને નિવેદન કર્યું કે, “હે રાજાધિરાજ ! કુશસ્થળ નગરમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરે છે. તેને રૂપવાન અને ગુણવાન એવી પ્રભાવતી નામની સુકન્યા છે. તેણે એક વાર પિતાની સખીઓ પાસેથી પાર્વકુમારના અપ્રતિમ રૂપ અને શીલસંપન્નતાની પ્રશંસા સાંભળીને તે કુમાર પ્રત્યે અનુરાગવાળી થઈ છે. દાસીઓ દ્વારા આ વાત રાજારાણીના સાંભળવામાં આવી. પાર્વકુમારની ગુણપ્રશંસાથી તેઓ પરિચિત હતા. તેથી પ્રસન્ન થઈ તેમણે પિતાની કન્યા પાર્વકુમારને આપવાને નિર્ણય કર્યો.
આ હકીકત કલિંગ દેશના રાજા યવનના સાંભળવામાં આવી. તે કેટલાય સમયથી પ્રભાવતીને પ્રાપ્ત કરવાનાં સ્વપ્નાં સેવ હતું, તેથી આ ખબર સાંભળીને તેના રેમેરમે કેપ વ્યાપી ગયે કે “હું છતાં પ્રસેનજિત તેની કન્યા પાવકુમારને આપી જ કેમ શકે ?” અને તરત જ તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com