________________
10 : જેનદર્શન-શ્રેણી : ૨-૩
શિશું કુંકાવ્યું. યવન રાજા અતિ બળવાન અને વિકરાળ લશ્કરવાળે હતો. તેણે કુશસ્થળ નગરને ચારે બાજુથી ઘેરી લીધું. પ્રજા ત્રાસી ઊઠી. રાજા પ્રસેનજિત પરાક્રમી હતે. પણ યવનને જીતી શકાય તેવી શક્યતા ન હતી. આ સમાચાર જાણી હું, તેને મિત્ર પુરુષવર્મા, આપને સમાચાર આપવા આવ્યો છું. આપ આપના મિત્રને માટે ઘટતું કરે તેવી વિનંતી છે.”
રાજા અશ્વસેને પુરુષવમ પાસેથી હકીક્ત સાંભળી તરત જ લશ્કરને તૈયાર કરવાની સૂચના આપી. નિકટમાં બેઠેલા પાર્શ્વ કુમારે પિતાજીને કહ્યું કે, “પિતાજી! આપે આ કાર્ય માટે તક્લીફ લેવાની જરૂર નથી, જોકે આપ યુદ્ધ માટે નીકળ્યા છે તે સંભળતાં જ યવન રાજા શરણે આવશે તેની મને ખાતરી છે. છતાં આપ મને આજ્ઞા આપિ તે કાર્ય હું પાર પાડીશ. આપ સર્વ વાતે નિશ્ચિત રહેજો.”
રાજાની આજ્ઞા લઈ, પ્રણામ કરી પાવકુમારે પ્રયાણ કર્યું. ત્યાં તે સ્વયં ઈંદ્રને સારથિ તેમની સેવામાં હાજર રહી તેમને કહેવા લાગ્યું કે, “પ્રભુ ! આપને આવી કીડાથી આપદ્ ધર્મ બજાવવાની વૃત્તિવાળા જાણી ઇંદ્રએ આ રથ સાથે મને મોકલે છે. પાર્વકુમાર એ દિવ્ય રથમ. આરૂઢ થઈ શીવ્રતાથી યવન રાજાની છાવણીમાં પહોંચી ગયા.
કે જન્મથી મૈત્રીભાવવાળા પાર્વકુમાર વાસ્તવમાં યુદ્ધ ઈચ્છતા જ ન હતા. તેથી તેમણે સૌ પ્રથમ એક દૂતને રાજા
યવન પાસે મેકલી શાંતિ માટે સંદેશે કહેવરાવ્યું. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com