________________
ભગવાન મહાવીર સ્વામીનું
૬૯
- દીવ્ય-જીવન © SS પ્રચલિત ભિન્ન-ભિન્ન વિચારથી ક્ષુબ્ધ બનેલી જનતાને ભગવાને કહ્યું કે, “હે પંડિતે ! આપ જરા વિચાર કરે કે જે સંસાર માટે તમે પિતાપિતાની મતિ-કલ્પનાથી સિદ્ધાંતને નિર્ણય કરી બેઠા છે, તે સંપૂર્ણ સંસાર તમારી નજર સામે સર્વથા અને સર્વદા પ્રત્યક્ષ છે, જેમાં અનંતાનંત જીવેને સમૂહ પણ છે અને પૌગલિક પદાર્થોને સમૂહ પણ છે. આ બધાં પ્રતિક્ષણ નવા-નવા પર્યાયે(આકારે)માં પરિવર્તિત થઈ રહ્યાં છે અને જૂના-જૂના આકાર બદલતાં રહે છે, પરંતુ પદાર્થ (મુળદ્રવ્ય) તે તેનું તે જ રહે છે. સુવર્ણની કંઠી જુઓ–તેમાં રહેલું ચિરસ્થાયી સુવર્ણ પાર્થિવ દ્રવ્ય છે, જે કથંચિત શાશ્વત્ છે. પરંતુ એકલું દ્રવ્ય ગળામાં પહેરવા ગ્ય હેતું નથી, એટલા માટે જ સુવર્ણકારે તેને ઘડયું અને બનેલા આકારને કંઠી”નું નામ આપ્યું. પરંતુ થોડા સમય બાદ તે કંઠીને નાશ કરીને તેને કંદરે બનાવ્યું છે. હવે તમે જ વિચાર કરે કે સુવર્ણને સર્વથા નાશ પણ થયે નથી અને તે પિતાની મૂળ સ્થિતિ(કંઠી સ્થિતિ)માં કાયમ રહ્યું નથી. પહેલાં તે જ દ્રવ્ય કંઠીનો આકાર ધારણ કર્યો હતે, પાછળથી કંદરાનું રુપ ધારણ કર્યું છે.
એથી જ આપણે જાણી શકીએ છીએ કે પદાર્થ માત્રમાં બે ત રહેલાં છે, એક દ્રવ્ય તત્ત્વ તથા બીજુ પર્યાય-તત્વ, કારણ કે દ્રવ્ય વિના પર્યાયનું અસ્તિત્વ અને પર્યાય વિના દ્રવ્યનું અસ્તિત્વ ક્યાંય પણ, કેઈએ જોયું નથી, કે સાંભળ્યું નથી; જોશે નહિ અને સાંભળશે પણ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com