________________
a ભગવાન મહાવીરસ્વામીનું ૬૮ ૭ દીવ-જીવન માટે સર્વથા અશક્ય છે. કરેલાં કર્મોને અવશ્ય ભેગવવા જ પડે છે અને જ્યાં સુધી સંપૂર્ણ પાપ તથા પુણ્યને આત્મા ભેગવે નહિ, ત્યાં સુધી કેવળજ્ઞાન પણ હજારે ગાઉ દૂર રહે છે.
પિતાની ઉત્કૃષ્ટ સાધનાથી ભગવાને સર્વ કર્મોને નાશ કર્યો અને કેવળજ્ઞાનના માલિક બન્યા.
ભગવાન મહાવીરસ્વામીના વિચારમાં કાતિ
કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં પહેલાં જ ભગવાને ઉગ્ર તપશ્ચર્યા, અડગ સહનશીલતા, અપૂર્વ ધર્ય તથા માનવ માત્રના કલ્યાણની પવિત્ર ભાવના વગેરે દિવ્ય કારણથી માનવ-સમાજના આચામાં ખૂબ ખૂબ પરિવર્તન લાવી દીધું હતું. જમીન તૈયાર હોય તે ખેતીમાં વિલંબ થતું નથી, તે જ પ્રમાણે હાર્દિક જીવનમાંથી હિંસા આદિનાં પરિણામેનું વિસર્જન લગભગ થઈ ગયું હતું અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તે અગણિત માનવ–સમાજે ભગવાનને દિવ્ય ઉપદેશ સાંભળે અને ભગવાનના ચરણમાં વ્રતધારી બની ગયા.
આ પ્રમાણે આચાર, સદાચાર વગેરેમાં આવેલી કાંતિને ચિરસ્થાયી બનાવવા માટે ભગવાને “સ્યાદ્વાદ” સિદ્ધાંતના માધ્યમથી વિચારોમાં કાંતિ લાવવાને પ્રારંભ કર્યો, કારણ કે
જ્યાં સુધી મનુષ્ય માત્રના વિચાર તથા ઉચ્ચારમાં સત્ય-સ્વરૂપને ભાવ ઉત્પન્ન થતું નથી, ત્યાં સુધી આચારસંહિતા પણ ચિરસ્થાયિની બની શક્તી નથી, માટે તે સમયના ધર્મને નામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com