________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
જ્યારે સમસ્ત સંસાર અનાત્મવાદી, એકાત્મવાદી બની ઘેરાતિઘેર હિંસા, મદ્યપાન તથા વ્યભિચારકર્મમાં ભાન ભૂલેલું હતું, ત્યારે જ ભગવાનને પિતાને લેત્તર ધર્મ સ્થાપવાનું હતું, જે અત્યંત દુષ્કર કાર્ય હતું. કારણ કે જ્યાં સુધી મનુષ્યના મસ્તિષ્કમાંથી દુરાચાર તથા માંસાહાર દૂર ન થાય ત્યાં સુધી લોકેત્તર ધર્મની સ્થાપના થડે અંશે પણ વંધ્ય રહે છે.
સંસારની નાડ દયાના સાગર ભગવાને પારખી લીધી હતી. તેથી હિંસા, અસંયમ તથા હદ ઉપરાંતની ભેગ-વિલાસિતાને અંત લાવવા માટે જ અવશ્ય ઘટનારી ભાવિ ઘટનાનું અનુસંધાન કરતા ભગવાને ૧૭૫ દિવસના ઉપવાસ કરવાને નિર્ણય કર્યો.
ભગવાનના મામા જે વૈશાલી નગરીના ગણતંત્રના અધિનાયક હતા તે ચેટક રાજાની એક પુત્રી ચંપાનગરીના નરેશ દધિવાહન રાજાને ત્યાં અને બીજી મૃગાવતી કૌશમ્બીના રાજા શતાનીકને ત્યાં પરણાવેલી હતી, એથી બંને વચ્ચે પરસ્પર સાહુના સગપણને સંબંધ હતે.
પરંતુ વેશ્યા જેવી રાજનીતિના વિષચક્રમાં કોઈ કોઈનું સંબંધી રહેતું નથી. અવશ્યભાવિની ઘટના હતી કે બંને રાજાઓ એકબીજા સાથે લડી પડ્યા અને દધિવાહન રાજાહારી ગયા. તેમની રાણું ધારિણી તથા પુત્રી વસુમતી એક સૈનિકના હાથમાં પડ્યાં. ગુલામી પ્રથાના મહાભયંકર પાપે વસુમતીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com