________________
ભગવાન મહાવીર સ્વામીનું .
દીવ્ય-જીવન
© ૩૩
રાષભદેવના સમવસરણમાં તથા ત્યાર પછીના બધા તીર્થકરેના સમવસરણમાં તથા તેઓના શાસનમાં રહેનારા સાધુઓ તથા સાધ્વીઓ માટે મહાવ્રતધર્મનું પાલન સર્વથા અનિવાર્ય છે. સમવસરણમાં બિરાજમાન આદિબ્રહ્મા, ચતુર્મુખ ભગવાન કષભદેવે જે ઉપદેશ આપે તેને વેદ કહે છે. આ પ્રમાણે પહેલા તીર્થકરથી લઈને ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ સુધી બરાબર અવિચલરૂપે જેન–શાસનની તિ સંસારના માનવમાત્રને અહિંસાને પ્રકાશ આપવામાં સમર્થ બની છે. તથાપિ વચ્ચે વચ્ચે હિંસાદેવીનું તાંડવનૃત્ય પણ પિતાનું જોર બતાવી ગયું છે. પરિણામે વેદોમાં પશુહિંસાના મંત્ર પણ પ્રવિષ્ટ થઈ ગયા. ત્યાર બાદ “વૈવિવી હિંસા હિંસા ન મવતિ' એ ઉક્તિએ પિતાનું વર્ચસ્વ જેરથી જમાવ્યું અને જેન– શાસને વેદ તરફ ઉદાસીનતા સેવી.
ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થકર હતા.
મહાવીરસ્વામીને સત્તાવીસમો ભવ
અનાદિ કાળથી પરિભ્રમણ કરતા ભગવાન મહાવીરસ્વામીને આ છેલ્લે ભવ છે; જ્યાં તેઓ અંતિમ સાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરવામાં સમર્થ બને છે.
માટે આ ભવને વિસ્તારથી સમજવે એ જ આપણા માટે અતિ આવશ્યક છે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com