________________
ભગવાન મહાવીરસ્વામીનું ૨૪ . દીવ્ય-જીવન
માનવ પિતાના સ્વાર્થને માટે જે સમયે જેવું લાગ્યું તેવું આચરણ કરી બેસે છે. આ બધી આન્તર પ્રક્રિયાઓને સ્વાર્થી માનવ ભલે ન પણ જાણે તે એ જ્ઞાની ભગવંતેથી આ વાત છાની રહેતી નથી.
સમ્યક્ત્વની પ્રાપ્તિમાં અનંતાનુબંધી કષાયને ક્ષેપશમ કે ક્ષય જેમ મૂળ કારણ છે, તેમ સમ્યકત્વથી ભ્રષ્ટ થવામાં અનંતાનુબંધી કષાય જ મુખ્ય કારણ છે.
મરીચિને ઉદ્ભવેલા શિષ્યલેભમાં ક્યો કષાય હશે? કેમકે પખવાડી આની મર્યાદાવાળે સંજવલન કષાય કેવળજ્ઞાનના ચાર માસની મર્યાદાવાળે પ્રત્યાખ્યાન કષાય મહાવ્રતના અને વર્ષભરની મર્યાદાવાળે અપ્રત્યાખ્યાન કષાય દેશવિરતિ (શ્રાવકધર્મીના ઘાત માટે જ નિયત હેવાથી આ ત્રણે કષાયે ગમે તેટલા તીવ્ર હોય તે પણ જીવને પ્રાપ્ત થયેલા સમ્યકત્વને ઘાત કરવા માટે સમર્થ બનતા નથી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ ચારિત્રમેહનીયના ઉદયે આંખના પલકારે જ સાતમી નરકભૂમિ સુધી ક્યાં નથી પહોંચ્યા? સંજ્વલન, પ્રત્યાખ્યાની કે અપ્રત્યાખ્યાન કષાયે કઈ કાળે પણ નરક ગતિ પ્રાપ્ત કરાવી શકે તેમ નથી, તેમ છતાં પણ આંખના પલકારે સાતમી નરક સુધી પહોંચી ગયેલા પ્રસન્નચંદ્ર મુનિરાજને સંજવલન કષાયમાં અમુક સમય પૂરતું અનંતાનુબંધી કષાયનું મિશ્રણ થતાં જ ભાવહિંસક બનેલા મુનિરાજ સાતમી નરક સુધી જઈ શક્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com