________________
છે ભગવાન મહાવીરસ્વામીનું
૧૪
- દીવ્ય-જીવન
બવા જેને અભયદાન આપનારી તથા દીન-દુઃખી જી પ્રત્યે મૈત્રીભાવ રખાવનારી સંયમની આરાધનાના બળથી મહાવીરસ્વામીનો આત્મા આ ભવમાં ચકવતીરૂપે જન્મ ધારણ કરે છે છતાં પણ બચપણથી જ સંયમી, શાન્ત, દાન્ત, ઉદાર તથા પરોપકારી હતું, તેમ જ વિનયી હતે, નમ્ર હતું અને મિષ્ટભાષી હોવા છતાં પણ મિતભાષી હતે.
એક એક હજાર યાથી અધિછિત ૧૪ રત્ન તથા નવજિવાન ચકવતીનાં ચરણમાં કાયમ રહે છે. તેઓ અલૌકિક તથા અચિન્ય પ્રભાવશાળી હોય છે. પખંડના સ્વામી, અભૂતપૂર્વ વૈભવશાળી, અદ્વિતીય માનસિક, વાચિક તથા કાયિક બળવાળા, ૧૨ હજાર મોટાં મોટાં નગરના અધિપતિ, ૩૦ હજાર મુકુટધારી રાજાઓથી સેવિત, ૬૪ હજાર રૂપિપ્રધાન (સ્વરૂપવાન) સ્ત્રીઓના સ્વામી, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ અશ્વ, ૮૪ લાખ રથ તથા ૯૬ કરેડ ગામના અધિપતિ ચકવતી રાજાઓ હોય છે.
દેમાં જેમ ઇન્દ્રપદ શ્રેષ્ઠ હોય છે, તેમ રાજાઓમાં ચક્રવતી રાજા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ભગવાન મહાવીર સ્વામીના આત્માએ ચક્રવર્તી તરીકે અદ્વિતીય ભૌતિક વૈભવ પ્રાપ્ત કર્યો.
ૌતિકવાદના મૂળમાં પૂર્વભવનું પુણ્યકર્મ કામ કરે છે, જ્યારે આધ્યાત્મિક જીવનના મૂળમાં આત્માની વિકસિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com