________________
ભગવાન મહાવીરસ્વામીનું
દિવ્ય જીવન @ ૧૩
“જડ (કર્મ) ચેતન(આત્મા)ના ભેદને જાણીને જડના આકર્ષણથી મુક્ત થવું એ જ આધ્યાત્મિક જીવન છે.”
ફક્ત ચર્ચાનું સ્થાન પ્રાપ્ત કરેલ આધ્યાત્મિક જ્ઞાનથી કેઈપણ સ્થિતિમાં મનુષ્ય કર્મમુક્ત બની શકતું નથી. પરંતુ પુરુષાથ, સત્યપ્રતિજ્ઞાવાન અને કર્મઠ બનેલે આત્મા સંસારના પૌગલિક ભાવ પ્રત્યે જ્યારે નિર્મોહી, માયારહિત, નિષ્કષાયી તથા ઉદાસીન બને છે ત્યારે તેજ આધ્યાત્મિક જીવન મનુષ્યના વ્યક્તિત્વ તથા વકતૃત્વને સુંદરતમ બનાવવાનું કારણ બને છે.
વિમળ મુનિરાજની ભાવ આધ્યાત્મિકતા તે સીમા સુધી પહોંચી ગઈ હતી, જેથી ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવાની ઉચ્ચતર ભૂમિકા લગભગ સમીપ હતી. તેથી આગળના ભાવમાં ફરીથી તેમણે મનુષ્યભવ પ્રાપ્ત કર્યો.
ત્રેવીસમો ભવ ૨૨મા ભવમાં અદ્વિતીય સંયમની આરાધનાના પ્રતાપે શુદ્ધતમ બનેલી આત્માની લેશ્યાઓને કારણે આ ભવમાં મુકા નગરીના મહારાજા ધનંજયની પટરાણ ધારિણદેવીની કુક્ષિમાં ભગવાન અવતરિત થયા અને માતાએ ૧૪ સ્વમ જોયાં.
ઉત્કૃષ્ટતમ પુણ્યશાળી સિવાય કઈ પણ જીવાત્માની માતાઓ ૧૪ સ્વપ્ન જોઈ શકતી નથી. ફક્ત દેવાધિદેવ તીર્થ કર તથા નરદેવ ચક્રવતની માતાઓ એ સ્વપ્ન જુએ છે, જે મહાપ્રભાવી તથા મેક્ષપ્રાપ્તિનાં સૂચક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com