________________
I ભગવાન મહાવીરસ્વામીનું
૧૦ ૭ દીવ્ય-જીવન
ત્રિપૃષ્ટ જીર્ણ વસ્ત્રને ફાડે તેવી રીતે તેને ચીરી નાખ્યું અને તે વનને ભયમુક્ત કર્યું. મરણ પામતા સિંહને વાસુદેવના સારથીએ કહ્યું કે, “હે ભાગ્યવાન્ ! જેમ તું વનને રાજા છે, તેમ ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ મનુષ્યમાં સિંહ સમાન હોવાથી રાજા છે, આવા મહાપુરુષના હાથે માર્યા જવા છતાં અફસેસ કરે તે સારૂં નથી.”
“આ જ સારથી આગળ જતાં ભગવાનના સત્તાવીસમા ભવમાં ઈન્દ્રભૂતિ નામના ગણધર થશે અને ગૌતમસ્વામીના નામથી પ્રસિદ્ધ થશે, ત્યારે સિંહને જીવ અત્યંત ગરીબ ખેડૂત થશે તથા ગૌતમસ્વામીને જોતાં જ નમ્ર બનીને દીક્ષા લેશે અને અરિહંત ભગવતેના ગુણગાન કરીને પિતાનું કલ્યાણ સાધશે.”
કોઈ નિમિત્ત મળતાં જ ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે યુદ્ધમાં પ્રતિવાસુદેવ માર્યો ગયે અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ત્રણ ખંડના રાજા બન્યા. નિદાનગ્રસ્ત જીવ હોવાને લીધે જીવનનાં ૨૫ હજાર વર્ષે કુમારાવસ્થામાં પૂરાં કર્યા, ૨૫ હજાર વર્ષે માંડલિક રાજા તરીકે પૂરાં થયાં, એક હજાર વર્ષે દિગ્વિજયમાં પૂરાં કર્યા–બાકીનાં ૮૩,૪૯,૦૦૦ વર્ષે વાસુદેવ પદ ભેગવવામાં સમાપ્ત થયાં. આ પ્રમાણે ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકભૂમિના અતિથિ બન્યા. જો કે આ ભવમાં શ્રેયાંસનાથ તીર્થકર ભગવંતનાં ચરણોમાં એક વાર ફરી સમ્યગ્દર્શનની જ્યોતિ પ્રગટ થઈ હતી, પરંતુ રાજ્યની ખટપટ તથા વિષય-વાસનાની તીવ્ર લાલસાએ જ્ઞાનતિને કાયમ રહેવા ન દીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com