________________
ભગવાન મહાવીર સ્વામીનું A 2
દીવ્ય જીવન © ૯ તે સમયે રત્નપુર નગરમાં અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ રાજ્ય કરતા હતા. તેઓ ભારતવર્ષના ત્રણ ખંડના એક જ છત્રપતિ રાજા હતા. દેશના બધા રાજા મહારાજાઓનાં મસ્તકે તેમનાં ચરણોમાં મૂકેલાં હતાં. પ્રતિવાસુદેવ સ્વભાવથી જ કુર, હિંસક અને હદ કરતાં વધારે વિષય-વાસનાના માલિક હેવાથી તેઓનું પુરું જીવન દુષ્કર્મોના સેવનમાં અને મારામારીમાં પૂરું થાય છે.
એ મહાપુરુષે રણમેદાનમાં ઝઝૂમીને ત્રણ ખંડ ઉપર આધિપત્ય જમાવે છે અને રાજ્યાદ્ધિ એકત્ર કરે છે.
પરંતુ તેઓ તેમના પછી થનારા વાસુદેવના હાથે મૃત્યુ પામે છે. તેનું સંપૂર્ણ રાજ્ય વાસુદેવ પોતાના કજે કરી લે છે.
એક દિવસ પ્રતિવાસુદેવના પૂછવાથી તિષીઓએ કહ્યું કે, “હે રાજા! તમારા ક્ષેત્રમાં ફરતા સિંહને જે મારશે તેના હાથે જ તમારું મૃત્યુ છે.”
ગયા ભવના વિશાખાનંદીએ મરણ સમયે આર્તધ્યાન કરીને મૃત્યુ પ્રાપ્ત કર્યું હતું. તે મરીને આ ભવમાં આ ક્ષેત્રની આસપાસના વનમાં સિંહપે જન્મ્યા હતા અને આ ક્ષેત્રમાં આવ્યા કરતે હતે.
પ્રતિવાસુદેવે પિતાના ક્ષેત્રનું રક્ષણ કરવા માટે અચલ તથા ત્રિપૃષ્ઠને નિયુક્ત કર્યા. રાત્રે જ્યારે સિંહ આવ્યો ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com