________________
૨ ઃ : જેનદર્શન શ્રેણી-૧
ધર્મ માનતે. યોની ભડભડતી જવાલા અનેક જીવને સ્વાહ કરી જતી. હજારે પશુઓ વેદી પર પોતાને જાન ગુમાવતાં અને મારનાર માનતે કે એને સ્વર્ગની પ્રાપ્તિ થશે. રાજાઓ નાની નાની લાલસાની તૃપ્તિ માટે સમરાંગણે જગાવી દેતાશા દુહાઈ દેતા કે એવા સમરાંગણમાં મરનાર સ્વર્ગ પામશે. હજારે સ્ત્રીઓનાં મંગળતિલક ભૂંસાતાં. હજારે નિર્દોષ બાળકે અનાથ બની જતાં. જ્ઞાન પર મૂઠીભર લેકેને કબજે હતે. તપ પણ અમુક લેકેના તાબામાં હતું. ગરીબ અને હલકા વર્ણને વળી જ્ઞાન શું? અમુક વર્ગથી જ શાસ્ત્ર વંચાય, બીજાથી તે એનું શ્રવણ પણ ન થાય. જે કઈ ખાનગી ખૂણે શાસ્ત્ર ભણે કે સાંભળે તે એના કાનમાં ધગધગતું સીસું રેડાય.
સ્ત્રીની સ્થિતિ ભારે કડી હતી. એ ગુલામની પણ ગુલામ હતી. એને પરિગ્રહ-માલસામાન જેવી સંઘરવાની વસ્તુ માનવામાં આવતી હતી. એનું સ્વતંત્ર વ્યક્તિત્વ એ યુગને અણગમતું હતું. કઢના પશુની મુક્તિ સરળ હતી, પરંતુ મૃત્યુ વિના સ્ત્રીની મુક્તિ અસંભવિત હતી. ચારે વર્ણ ઊંચનીચના ભાવથી સાપ – નેળિયાની જેમ વર્તતા હતા. જન્મજાત મોટાઈને ભારે કેફ હતે. દાસ અને અછૂતની દુર્દશાનો કઈ પાર નહોતે. એને પૃથ્વી પર રહેવા ઘર નહોતું. મોટા કેના બેફામ જમે અને અવિચારી ત્રાસ મૂંગે મોઢે સહેવા પડતા. શંત્રુતા એક મર્દાનગી લેખાતી અને મૈત્રી માગનાર માયકાંગલ કહેવાતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com