________________
જગવાન મહાવીર : : ૩૫
માણસે આ માટે સત્ય અને પ્રેમને આગ્રહ રાખવે જોઈએ. પ્રત્યેક માણસ પોતાના કાર્યથી, પિતાના ગુણથી અને પિતાના પરિશ્રમથી મહાન થઈ શકે છે. એ માટે જાતિ, કુળ કે જન્મ નિરર્થક છે.”
આત્મિક સંયમની સાધના ભગવાન મહાવીરે બ્રહ્મચર્યમાં પરિગ્રહ – વિરમણ વ્રતથી વિશેષ જોયું. બ્રહ્મચર્ય એ માત્ર બીજી બહારની વસ્તુઓ ગ્રહણ કરવી કે છેડી દેવી એ ફક્ત બાહ્ય વેપાર નથી, પરંતુ એ તે આત્મિક સંયમને પ્રશ્ન છે. એ જ રીતે કર્મનાં અંધનોને છેદ કરવાને એક અને અદ્વિતીય ઉપાય તપ છે, એમ કહીને જીવનમાં તપના મહત્વને અસાધારણ પ્રતિષ્ઠા આપી. આમ ભગવાન મહાવીરે ગુલામ મનેદશામાંથી માનવીને મુક્તિ અપાવી. પ્રારબ્ધને બદલે પુરુષાર્થથી એને ગૌરવ અપાવ્યું. શુષ્ક પાંડિત્ય સામે સક્રિય પ્રયત્નનું પ્રતિપાદન કર્યું. વર્ષોથી ચાલી આવતી રૂઢ માન્યતા અને અંધ વિશ્વાસને દૂર કરીને મહાવીરે વિચાર–સ્વાતંત્ર્યની પ્રતિષ્ઠા કરી. પિતાને સારું લાગે તેને સ્વીકાર કરવાની નીડરતા બતાવી.
સાધુની સાથેસાથે ગૃહસ્થને પણ એના ધર્મો હોય છે. એમણે કહ્યું, “ધર્મ સાધુ માટે છે, ને ગૃહસ્થ લીલાલહેર કરવાની છે, એ માન્યતા સાવ ભૂલભરેલી છે. સાધુની જેમ સંસારી ગૃહસ્થના પણ ધર્મ છે સાધુ સશે સૂમ રીતે વત-નિયમ પાળે, ગૃહસ્થ યથાશક્તિ સ્કૂલ રીતે પાળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com