SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ઃ જૈન દર્શન શ્રેણી-૧ સ્ત્રી-પુરુષ ધર્મ સ્વીકારી શકે છે તેમ કહ્યું. હકીકતમાં એમણે શ્રમણને કુળ, રૂપ, જાતિ, જ્ઞાન, તપ, શ્રત અને શીલને જરાપણ ગર્વ ન કરનાર કહ્યો. ભગવાન મહા- વીરની આ એક મહાન સામાજિક ક્રાંતિ ગણાય. એમણે આખીયે પરિસ્થિતિમાં પરિવર્તન આણ્યું. આત્માના ઊંડાણમાંથી ઊગેલા આ સત્યવિચારે સમાજમાં સ્થાયી રૂપ લીધું. ભગવાન મહાવીરે નીડરતા અને દઢતાથી પિતાના વિચારો પ્રગટ કર્યા અને અમુક વર્ગના અસાધારણ પ્રભુત્વ, હિંસાચાર અને માનસિક ગુલામીમાંથી કોને મુક્તિ અપાવી. વર્ણાશ્રમની જડ દીવાલમાં કેદ થયેલા સમાજને બહાર લાવ્યા. ઊંચનીચની કલ્પનામાં સમૂળી ક્રાંતિ કરી. સ્ત્રીને બાળપણમાં પિતા પાળે, યુવાનીમાં પતિ પાળે અને ઘડપણમાં પુત્ર પાળે એ વિચાર પર કુઠારાઘાત કર્યો. જાતિ કે લિંગના ભેદે આત્મવિકાસમાં કયાંય કદીય બાધારૂપ બનતા નથી, તેમ કહ્યું. આત્મતત્વની દષ્ટિએ બધા સરખા છે. બ્રાહ્મણ કે શુદ્ર, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક જે કઈ પુરુષાર્થ કરે તે મેક્ષને અધિકારી છે. આના સમર્થનમાં જ તેમણે ચંદનબાળાને પ્રથમ સાધ્વી બનાવી. ઈશ્વરકૃપા પર આધાર રાખીને પ્રારબ્ધને સહારે જીવતા માનવની ગુલામી એમણે દૂર કરી, પુરુષાર્થને ઉપદેશ આપ્યો અને કહ્યું, દેવ ભલે મેટો હોય, ગમે તેવું તેમનું સ્વર્ગ હેય, પણ માણસથી મેટું કંઈ નથી. માણસ માનવતા રાખે તે દેવ પણ એના ચરણમાં રહે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034763
Book TitleBhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1986
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy