SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦:: જેનશન શ્રેણી-૧ અને ભગવાનના કમળ જેવાં લોચન વિકસ્યાં. એ લેચનને છેડે બે આંસુ હતાં. એ આંસુ જેઈને સંગમ નાએ અને બોલ્યા, “એહ! ક્ષમાશીલ પ્રભુનાં કરુણભીનાં લોચન જરૂર મુજ અપરાધીનું કલ્યાણ કરે.” આ દશ્યનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः । ईषद्बाष्पार्द्रयोर्मद्रं શ્રીહરિનેત્રો: . [ અપરાધી પ્રત્યે પણ જેમનાં નેત્રોમાંથી દયાભાવ નીતરે છે, ને તેમના પ્રત્યેની કરુણાથી જેમનાં નેત્રોના ખૂણું આંસુથી ભીંજાયેલા છે: એ ભગવાન મહાવીરનાં નેત્રો કલ્યાણકારી છે !] એકવાર ભગવાન મહાવીરને વિચાર આવે કે કર્મોની વિશેષ નિર્જરા કરવા માટે કોઈ એવા સ્થળે જવું જોઈએ કે જ્યાં માણસ માણસને શત્રુ હોય. સંત-સાધુ એટલે શું તે કઈ સમજતું ન હોય. ન કોઈ પિછાણ હોય, કે ન કેઈ ઓળખાણ હોય. એમને અહિંસાધર્મની, પ્રેમધર્મની પરીક્ષા કરવી હતી, આથી તેઓ રાઢ નામના અનાર્ય પ્રદેશમાં ગયા. જ્યાં વિચરવું અત્યંત દુષ્કર હતું. અહીં લેકે તેમના દેહનું માંસ કાપી ગયા, કૂતરાએ અંગે અંગે બટકાં ભરી માંસ તેડી ગયાં. દૂર મનુએ ભગવાનના સુંદર શરીર પર ઉઝરડા કર્યા. આ વખતે એમના એક શિષે કહ્યું, “ખેર ! મારવા માટે નહિ, પણ હરાવવા માટે એકાદ લાકડી સાથે રાખીશું?' ' . . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034763
Book TitleBhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1986
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy