SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : જેનદન શ્રેણી-૧ થશે. આ ચાર પ્રકારના ધર્મ તે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકારૂપ છે. બીજું સ્વપ્ન છે વૃષભનું. એ સૂચવે છે કે પૃથ્વી પર ધર્મને રથ અધર્મના કાદવમાં ખૂંપી ગયો છે. આપને પુત્ર એ કાદવમાંથી ધર્મના રથને કાઢનાર ધર્મધારી બનશે. ત્રીજુ કેસરી સિંહનું સ્વપ્ન સૂચવે છે કે જેમ સિંહ કામ જેવા વિકારરૂપ ઉન્મત્ત હાથીઓને નાશ કરે છે અને ભવ્ય જીવરૂપ વનનું સંરક્ષણ કરે છે એ જ રીતે તમારે પુત્ર નીડરતા, વીરતા અને ઉદારતામાં એક અને અજોડ હશે. ચોથું લક્ષ્મીદેવીનું સ્વપ્ન સૂચવે છે કે એ વાષિક દાન આપીને તીર્થંકર પદના અપાર એશ્વર્યને ઉપભેગ કરશે. પાંચમું માળાનું સ્વપ્ન બતાવે છે કે એ ત્રણેય ભુવનમાં મસ્તક પર ધારણ કરવા યંગ્ય એટલે કે ત્રિક પૂજ્ય થશે. છઠ્ઠ ચંદ્રનું સ્વપ્ન સૂચવે છે કે એ સંતાપભર્યા સંસારમાં શીતલતા પ્રસરાવશે અથવા તે ચંદ્રમા સમાન શાંતિદાયી ક્ષમાધર્મને ઉપદેશ આપશે. ' સાતમું સ્વપ્ન છે સૂર્યનું અને એને અર્થ છે કે અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનાર સૂરજ જે તેજસ્વી થશે. આઠમું ધજાનું સ્વપ્ન સૂચવે છે કે તમારી કુળમાં રાધના આ 6 : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034763
Book TitleBhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1986
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy