________________
આત્માની ઉન્નતિના ઉપાયો
પણ આત્માનાં ઘડતર કેણુ વડે? પત્થર તો રૂપી, પણ આત્મા તે અરૂપી છે. અરૂપી દ્રવ્ય હાથમાં આવે? નહિ જ. આકાશ અરૂપી છે, એમાં ચિત્રામણ કરનારે કેઈ વિઝાની પાક્યો ? આકાશની જેમ આત્મા પણ અરૂપી છે. આકાશમાં કરેલ ચિત્રામણની જાહેરાત કરવામાં અને અમુક ફી કે કી રખાય તે દૂરદૂરથી વિમાનમાં બેસી લેકે જોવા આવે, જેવા આવનારની પડાપડી થાય; પણ આ આકાશમાં ચિત્રામણ કરનાર દેવને પરાણે એળખાવવી પડે છે! જેવા અને સાંભળવા તેડાં કાઢી લાવવા પડે છે! અરૂપી આત્મા પર ચિત્રામણ કરનાર આપણું અરિહંત દેવ છે. આ દેવને સહેજે ઓળખી શકીએ તેવા કુલમાં આપણે જનમ્યા છીએ, પણ “અરૂપી એવા આત્માને ચિત્રામણુ કરનાર અમારા દેવ છે,’ એમ કહેવા છતાં તે દેવને હજુ આપણે યથાતથ્ય ઓળખ્યા જણાતા નથી. અન્ય દુનિયાના ડાહ્યા પ્રાણુઓ પણ આ દેવને તાકીને જોઈ રહે છે. એ દેવના વારસદાર એવા આપણે હજુ તેને ઓળખી શક્યા નથી. આ સ્થિતિમાં આત્માની ઉન્નતિ કેમ થાય? કબુતરને ચણનું મન માંસાહારીને પણ થઈ જાય છે!
યેગ્યતાને સમજાવવા ભિન્ન ભિન્ન દષ્ટાંતે વિચારી શકાય. ભેંસ અને ગાય. બન્ને પશુ, બન્ને દૂધ આપે છે, પણ ગાયનું દૂધ પવિત્ર મનાય એવી ત્યાં છે–પુણ્યની યોગ્યતા. સ્ત્રીને પણ “ગરીબ ગાય જેવી' કહેવાય પણ “ગરીબ ભેંસ જેવી” કહેવાય? અને કહે તે સાંકળે તે ભેંસ પણ બંધાય છે, ગાય પણ બંધાય છે, પણ ગાયને ગરીબડી કેમ કહી સ્ત્રીને પણ ગરીબ ગાય જેવી કહી ગાય સાથે ઘટાવી! દેવ પાસે દીવામાં ગાયનું ઘી જોઈએ, • આજે ભલે તમે વેજીટેબલ ઘીનો દીવો કરે તે તમે જાણો.
દીકરી ને ગાય, દેરે ત્યાં જાય,” એમ કહ્યુંઃ દોરે ત્યાં ભેંસ પણ જાય તો છે, પણું “દીકરી ને ભેંસ, દેરે ત્યાં જાય' એમ ન કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com