________________
૭૭
વ્યક્તિને ભિક્ષુગતિકની અંદગી ગાળવાની છૂટ આપવામાં આવતી હતી, એ બરાબર સમજાતું નથી. પરંતુ એમ જણાય છે કે, જે વ્યક્તિ ધર્મપરાયણ હોય અને સંસારસુખથી વિમુખ હોય તે પણ પોતાનાં ખાનગી પરંતુ મહત્ત્વનાં કારણોને લઈને ગૃહસ્થાશ્રમને ત્યાગ ન કરી શકે તે વ્યક્તિને ભિક્ષુગતિકનું જીવન બરાબર યોગ્ય થઇ પડે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ સંસારત્યાગ કર્યા વગર પણ પોતાની ધર્મપરાયણતાને પિવી શકે તેટલા માટે ભિક્ષુગતિકનું જીવન ગાળવાની પરવાનગી બૌદ્ધ૫થે તેને આપી હોય, એમ લાગે છે. ભિક્ષુઓની સાથે એ ને એ જ વિહારમાં રહેતા ભિક્ષુગતિક ભિક્ષુનો વેશ પહેરે, એ કાંઈ અસ્વાભાવિક નથી; અને તેથી જ ઈસ્વી સનના સાતમા સૈકામાં ચીની મુસાફર ઈ-સિંગે ભિક્ષનો વેશ ધરવતા અશોકની મૂર્તિ જોઈ હોય તો તેથી કાંઈ નવાઈ પામવાની જરૂર નથી. .
અશોકે ભિક્ષુગતિકના જીવનની શરૂઆત કરી તે જ વખતે બીજું મહત્ત્વનું કામ પણ ચાલુ કર્યું હતું. અશોકના આઠમા મુખ્ય શિલાલેખમાં કહ્યું છે કે, “લાંબા કાળના દરમ્યાનમાં રાજાઓ વિહારયાત્રા કરવા જતા. અહીં શિકાર અને એવા જ બીજા અભિરામ થતા. હવે દેને લાડકે પ્રિયદર્શી રાજા પોતાના રાજ્યાભિષેકને દસ વર્ષો વીત્યાં ત્યારે સંબંધિ(બોધિવૃક્ષ)ની કને ગયો. આમ આ ધર્મયાત્રા (સ્થાપિત થઈ ). "
અહીં અશોક એમ કહે છે કે, પિતાના રાજકાળના દસમા. વર્ષ સુધી તે પિતાની પહેલાંના રાજાઓની માફક તે પિતે પણ વિહારયાત્રાએ જતે અને શિકાર કરતો તથા આનંદૈત્સવ ઊજવતો. પરંતુ તે વર્ષે તેણે વિહારયાત્રાએ નીકળી પડવાના રિવાજને હંમેશને માટે ત્યાગ કર્યો, અને તેના બદલામાં ધર્મયાત્રાએ નીકળી પડવાની શરૂઆત તેણે કરી. ઉક્ત ધર્મયાત્રાઓના પ્રસંગે તે શું કરતો? વળી,
તે પોતાનામાં તેમ જ પિતાની પ્રજામાં કેવી રીતે ધર્મને પિષી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com