________________
હવે શંકા જ ઊઠાવી શકાય તેમ નથી. વૈરાટને બીજે (ભાબાનો) શિલાલેખ આ બાબતની બધી શંકાને નિર્મળ કરી નાખે છે. એ લેખની શરૂઆતના ભાગમાં અશેકે “બુદ્ધ, ધર્મ અને સંધ” ઉલેખીને તેમના પ્રત્યેનું પિતાનું સન્માન દર્શાવેલું છે. બૌદ્ધપંથનું એ જ ત્રિશાબ્દિક સૂત્ર છે. અશોકના બીજા કેટલાક લેખો પણ એમ સાબીત કરી આપે છે કે, તે બૌદ્ધપથી જ હતો. વિશ્વાસપાત્ર ન ગણી શકાય તેવા પાઠ માની લઈને અને બિનચોક્કસ અર્થ ઘટાવીને વિલ્સન સાહેબે તેમ જ ચૅમસ સાહેબે પોતપોતાના અભિપ્રાય બાંધ્યા હતા. આજે તો કોઈ પણ વિદ્વાન તેમના અભિપ્રાયને માન્ય રાખતા નથી. અશેકે બૌદ્ધપથ ક્યારે સ્વીકાર્યો? એ જ સવાલની બાબતમાં આજે મતભેદ હોઈ શકે છે. છેલ્લે છેલ્લે સ્વર્ગસ્થ શ્રીયુત જëન ફેઈથફુલ ફલીટ સાહેબે આ સવાલની ચર્ચા કરેલી છે. તેઓ એવું માનતા હતા કે, અશોકના શિલાલેખમાં અને સ્તંભલેખમાં જે ધર્મનો ઉલ્લેખ કરે છે તે કાંઈ બૌદ્ધપથીઓને ધર્મ ન હતા, કારણ કે, એ લેખોમાં બુદ્ધને ઉલ્લેખ થએલે જ નથી; અને માત્ર એક જ પ્રસંગે સંઘનો ઉલ્લેખ થએલો છે અને તે પણ એવી રીતે કે, બીજા પંથેની હરોલમાં તેને મુકી શકાય. ફલીટ સાહેબ કહી ગયા છે કે, અશોકના લેખોનો હેતુ “બૌદ્ધપંથને કે બીજા કોઈ વિશિષ્ટ ધર્મનો પ્રચાર કરવાનો નથી, પણ ધર્મપરાયણ રાજાઓની ફરજને અનુસરીને પોતાના રાજ્યને ધાર્મિકપણે અને દયાથી ભોગવવાને લગતા અશોકનો પોતાનો દઢ નિશ્ચય જાહેર કરવાનું છે.” ૧ બીજી રીતે કહેતાં, અશોકના શિલાલેખમાં અને સ્તંભલેખમાં જે “પંકશબ્દ વપરાયો છે તેને ફલીટ સાહેબે રાજાઓના સામાન્ય “ધર્મ' તરીકે માન્ય છે. “ “માનવધર્મશાસ્ત્ર ૧, ૧૧૪ માં એ ગ્રંથના એક વિષય તરીકે રાજાઓને જે સામાન્ય ધર્મ” જણવ્યો છે” તે જ અશોકના “પંક' શબદથી સૂચવાય
૧. જી રે. એ.સે. (નવીન આવૃત્તિ), ૧૮, પૃ. ૪૯-૪૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com