________________
મૂળ લેખની
પ્રસ્તાવના, અશોના સંબંધમાં એટલું બધું કહેવાઈ અને લખાઈ ગયું છે કે આ પુસ્તક જેમના જોવામાં આવે તેમનામાંના કેટલાકને કદાચ નવાઈ પણ લાગે કે, “એ હિંદી સમ્રાહ્ના સંબંધમાં હજી શું નવું કહેવાનું બાકી રહ્યું હશે ? ” પરંતુ એટલું ભૂલવું ન જોઈએ કે, અશોક પિતાની પાછળ જે શાસન મુક્તિ મળે છે તે સ્વતંત્ર સાહિત્યરૂપ છે અને અશોકે જે કાંઇ કહ્યું છે તે બધું સ્પષ્ટ રીતે સમજતાં વિદ્વાનોને હજી ઘણાં વર્ષો લાગે તેમ છે. અશોકના શાસનેમાના અનેક ફકરા હજી જોઈએ તેટલા સ્પષ્ટ થયા નથી, અને વખતોવખત નવાનવા અને વધારે સારા અર્થ વિદ્વાનોની તરફથી સુચવાતા જાય છે, એ વાત હિંદુસ્તાનના શિલાલેખ વગેરેના અભ્યાસીને કહેવાની જરૂર ભાગ્યે જ હાય. વળી એ ધર્મોપદેશક રાજાનું આબેહૂબ ચિત્ર ખડું થાય તેવી રીતે એનાં શાસનમાંની હકીક્તના વિવિધ ભાગોને એકત્ર કરવાનું પણ એક પ્રકારનું વિશિષ્ટ કાર્ય છે. આવી રીતે છૂટાછૂટા ભાગને એકત્ર કરવાનું કામ હજી પૂરું થયું નથી અને થોડાં વર્ષ સુધી ચાલુ રહેશે જ, એવો ભય મને રહે છે. અશોકનાં શાસને જેટલાં રસિક તેમ જ બેધક છે તેટલા રસિક કે બેધક બીજે કઈ પણ શિલાલેખ વગેરે હિંદુસ્તાનમાં જોવામાં આવતા નથી. અશોકનાં શાસનોના અર્થ ઘટાવવાના કામમાં જ નહિ પણ તેમની રજુઆત કરવાના તેમ જ તેમને એકત્ર ગોઠવવાના કામમાં મેં ભાગ લીધેલ છે તેથી એ બૌદ્ધ સમ્રાટ વિષેના મારા અભિપ્રાય દર્શાવતા આ ગ્રંથની પ્રસિદ્ધિની બાબતમાં ખુલાસે આપવાની જરૂર રહેતી નથી, એવી આશા મને છે.
અશોકના શિલાલેખને મારો અભ્યાસ છેક ૧૮૯૮ માં શરૂ થયું હતું. પ્રિન્સેપ, વિલ્સન અને બુનૌફ તેમ જ છે. કર્ન, મેં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com