________________
લૂટારા'ના અર્થમાં વપરાતું હતું, એ વાત આના સંબંધમાં ધ્યાનમાં લેવા જેવી છે. એ રીતે જોતાં અશોકના વખતમાં બે ચોડ રાજ્ય હતાં, અને આર્થરા (ઉયર) અને આકેસ (આટ) તેમનાં પાટનગર હતાં. હવે “પાંડને વિચાર આપણે કરશું. ટોલેમીએ તેમને “ડિનોઈ' કહ્યા છે; અને “પંડિનનું રાજનગર “મદુરા” હતું, એમ પણ તેણે કહ્યું છે. મદ્રાસ ઇલાકામાં આવેલું હાલનું મદુરા' ટોલેમીના વખતનું મેદુરાહોવું જોઈએ, એમાં તે કાંઈ શક નથી. ટેલેમી કહે છે તેમ, પાંડય-દેશમાં દક્ષિણદિશાએ તિનેવલ્લીને સમાવેશ થતો હતો, અને ઉત્તરદિશાએ છેક કેાઈબતુરની પર્વતરાજિની ઉચ્ચ ભૂમિ સુધી તે દેશ વિસ્તરેલો હતો. ટોલેમીએ બે ચેડ રાજ્યને ઉલ્લેખ કરે છે તેમ બે પાંડવ રાજ્યનો ઉલ્લેખ કરેલ નથી, એ વાત ખરી છે; પણ તેથી અશોકના કાળમાં બે પાંય રાજ્યો ન હતાં, એમ કાંઈ કરતું નથી. ઈસ્વીસનની છેક છઠ્ઠી સદીમાં પણ વરાહમિહિરે “ઉત્તર–પડયરને ઉલ્લેખ કરે છે, અને તેથી એમ સાબીત થાય છે કે, એના વખતમાં બે પાંધ્યદેશઉત્તરપાડય અને દક્ષિણ પાંડય-અસ્તિત્વ ધરાવતા હતા. અશોકે પિતાના શિલાલેખો કોતરાવ્યા તે કાળમાં પણ એ જ સ્થિતિ હશે. અશેકના વખતમાં માત્ર એક જ પાંડય રાજ્ય હતું, એમ ઘડીભર ધારી લેવામાં આવે તે પછી મહિષપુર (માઈસર) રાજ્યના ભૂભાગની બાબતમાં કાંઈ ખુલાસો આપી શકાતો નથી. પરંતુ ઉત્તરપાંડવ રાજ્યની હયાતી આપણે સ્વીકારીએ છીએ તે મહિષપુર (માઈસર)ની વાત બરાબર બંધ બેસે છે. હવે દક્ષિણદેશનાં બાકીનાં બે રાજ્યોનો –કેરલપુરને અને સાતિયપુરને–વિચાર કરવાનો રહે છે. આ નામના અંતભાગમાં જે “પુત્ત” શબ્દ છે તે પ્રાકૃત ભાષાના “એ” (સંસ્કૃતભાષાના પુત્ર”) શબ્દની યાદ આપે છે. “ભારમલત', “ભૂચરત',
૧. કા. લે, ૧૯૧૮, પૃ. ૮૯ ૨. “બૃહત્સંહિતા” ૧૬, ૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com