________________
અશકની ધર્મલિપિઓનો સંબંધ ધર્મની સાથે રહેલો છે એટલું જ નહિ, પણ એ ધર્મને પ્રચાર કરવાના હેતુથી તેણે જે ઉપાયે યોજેલા તે ઉપાયોની સાથે પણ રહે છે. આથી કરીને, અશોક બૌદ્ધપંથી બન્યો તેના પછીના તેના જીવનના અને તેની કારકીર્દીિના સંબંધમાં એ ધર્મલિપિઓ ઘણું જાણવા જેવું આપણને જણાવે છે. અશોકના શરૂઆતના ગૃહજીવનના અને જાહેર જીવનના સંબંધમાં એ ધર્મલિપિ જે થોડીક માહિતી આપણને પૂરી પાડે છે તેને વિચાર આપણે અહીં કરશું. અશોકના રાજકાળના તેરમા વર્ષ સુધી તેનાં કેટલાંક ભાઈબહેન જીવતાં હતાં, અને તેઓ પાટલપુત્રમાં તેમ જ સામ્રાજ્યમાંનાં બીજાં શહેરમાં પણ રહેતાં હતાં, એ હકીક્ત આપણે ઉપર વાંચી ગયા. અશોકનો
અવરોધન” (ઝનાનો) પણ બેશક હતા જ. તેને કેટલી રાણીઓ હતી, એ આપણે જાણતા નથી. પણ તેને નિદાન બે રાણીઓ તો હતી જ, કારણ કે, પોતાની એક ધર્મલિપિમાં પોતાની બીજી રાણીનો ઉલ્લેખ અશોકે કરેલું છે. એ રાણીને બીજી રાણી” કહેવામાં આવી છે, એ જ એમ બતાવી આપે છે કે, તેના કાળમાં રાણીઓને અનુક્રમ નક્કી થએલે હતો. એ બીજી રાણીનું નામ “ કાવાકી” હતું, અને તે રાણીથી અશોકને થએલા પુત્રનું નામ તીવર’ હતું. એ રાણી ખુશી થઈને જે કાંઈ દાન કરે તેનું પુણ્ય એ રાણીને મળે, એ બાબતની ખાત્રી આપવાના હેતુથી એ શિલાલેખ અશોકે કરાવ્યો હતો. સાતમા મુખ્ય તંભલેખમાં અશકે પિતે કહ્યું છે તેમ, દાન કરવાની બાબતમાં રાજકુટુંબનાં માણસોને સમજાવવાના હેતુથી અને એ દાનની વ્યવસ્થા બરાબર રીતે થાય તેટલા માટે કેટલાક અધિકારીઓને તેણે નીમેલા હતા. અહીં અશકે પિતાના રાજકુટુંબનાં કયાં માણસોને ઉલ્લેખ કરે છે, એ તપાસવું રસભર્યું થઈ પડશે. અલબત્ત, પ્રથમ તે તે પોતાની જાતને
અને પોતાની રાણીઓનો ઉલ્લેખ કરે છે, પણ પિતાની રાણીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com