________________
વલી
પણ બિ લિંગ માં
નક્ષત્રના દિવસેને સમાવેશ એ દિવસોમાં ટિલ્ય કર્યો છે. સાત મુખ્ય સ્તંભલેખો પૈકીના પાંચમા સ્તંભલેખમાં અશકે સુન્નીની અને પ્રાણીના શરીરના ઉપર ચિહ પાડવાની બાબતનો ઉલ્લેખ કરેલો છે, અને ક્યા ક્યા દિવસોએ તેમ કરવાનો નિષેધ તેણે કરેલે છે તે પણ તેમાં તેણે જણાવેલું છે. એમાંના ઘણાખરા દિવસે કૅટિલ્ય ગણાવેલા દિવસોને મળતા આવે છે, એ નવાઈભરેલી બિના છે. વળી, ખાસ ધ્યાનમાં રાખવા જેવું તે એ છે કે, તેણે માત્ર બે જ નક્ષત્રદિન-તિષ્ય અને પુનર્વસુ-એમાં ગણાવ્યા છે. તે પૈકીનો એક નક્ષત્રદિન ઘણું કરીને રાજાનો નક્ષત્રદિન હતો, અને બીજે નક્ષત્રદિન ઘણું કરીને દેશને નક્ષત્રદિન હતો. આમ છે તો પછી એ સવાલ ઊભો થાય છે કે, તે પૈકીનું કયું નક્ષત્ર રાજાનું હશે, અને કયું નક્ષત્ર દેશનું હશે ? એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, ધવલીના અને યાવગઢના જૂદા જૂદા લેખોમાં (કલિંગના અલગ શિલાલેખમાં) પણ તિષ્ય નક્ષત્રને ઉલ્લેખ કરવામાં આવેલ છે. તાજેતરમાં જીતી લીધેલા કલિંગ પ્રાંતના અધિકારીઓને ઉદ્દેશીને અને તેમના માર્ગદર્શક તરીકે જ આ લેખો અશકે કાતરાવેલા હતા. તેમના લાભને માટે દર તિષ્યનક્ષત્રદિને એ લેખનું વાચન કરવું, એવો હુકમ તેમાં અશોકે કરેલું છે. આથી એટલું તે સ્પષ્ટ થાય છે કે, તે બે નક્ષત્રો પૈકીના પુનર્વસુ નક્ષત્રના કરતાં તિષ્ય નક્ષત્રને અશોક વધારે મહત્ત્વ આપતા હોવા જોઈએ. સાધારણ રીતે બક્ષની યાદીમાં તિષ્યનક્ષત્રને પુનર્વસુ-નક્ષત્રની પછી ગણાવવામાં આવે છે તો પણ, અશેકના પાંચમા મુખ્ય સ્તંભલેખમાં એક સ્થળે નહિ પણ બે સ્થળે તિષ્ય-નક્ષત્રને પુનર્વસુ-નક્ષત્રના પહેલાં ગણાવવામાં આવેલું છે. આમ તિષ્ય–નક્ષત્રને ઘણું મહત્વ અપાતું હોવાથી, તે રાજાનું નક્ષત્ર હોવું જોઈએ, એવો નિર્ણય કરતાં કાંઈ હરત. આવે તેમ નથી. આ અનુમાન ખરૂં હોય તો દેશનું નક્ષત્ર પુનર્વસુ ઠરે છે. અહીં, “દેશ” એટલે “મગધ દેશ', એમ સમજવાનું છે ?
એવું શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અશ