________________
૩૧૪
(ગ) સારનાથના થાંભલાને લેખ.
ભાષાંતર દેને લાડકો પ્રિયદર્શી રાજા આમ હુકમ કરે છે –..... પાટલિપુત્ર.......સંધને કઈ પણ ભગ્ન ન કરે. પણ જે કઈ સંઘને ભગ્ન કરશે તે ભિક્ષુ હોય કે ભિક્ષુણી હોય તે પણ તેને ધોળાં કપડાં પહેરાવવામાં આવશે, અને જે ભિક્ષુઓનો) આવાસ ન હોય તેમાં (તેને) રાખવામાં આવશે. આમ ભિક્ષુકસંઘને અને ભિક્ષુકીસંઘને આ હુકમ જણાવો જોઈએ.
દેવોને લાડકો આમ કહે છે –આવી એક લિપિ તમારા પાસમાં રહે તેટલા માટે કચેરીમાં ગોઠવાવી છે. વળી, બીજી એક લિપિ ઉપાસકોના પાડેસમાં ગોઠવાવી છે. ઉપાસકોએ દરેક ઉપવાસના દિવસે આવીને એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ. વળી, ખરેખર, ઉપવાસના દિવસોએ દરેક મહામાત્ર પિતાના વારાઓ (મુખ્ય સ્થળમાં) આવે ત્યારે તેણે એવા એ હુકમની ખાત્રી કરી લેવી જોઈએ અને તેને સમજવો જોઈએ. વળી, જ્યાં સુધી તમારો પ્રાંત પહોંચતું હોય ત્યાં સુધી તમારે (હુકમના) આ શબ્દથી ફેરણીએ નીકળવું જોઈએ. તે જ પ્રમાણે બધાં કિલ્લેબંદીવાળાં શહેરમાં અને પ્રાંતના મહાલેમાં તમારે બીજાઓને (હુકમના) આ શબદથી ફેરણીએ મોકલવા જોઈએ.
ટીકા ૧. બૌદ્ધભિક્ષુઓને પહેરવેંશ ભગવો હોય છે. તેમને ઘોળો પહેરવેશ પહેરાવવામાં આવે ત્યારે એમ સમજાય કે, તેમનાં ભગવાં કપડાં છીનવી લેવામાં આવ્યાં છે અને તેમને ભિક્ષુ ગણવામાં આવતા નથી (ઓલ્ડનબર્ગ કૃત “વિનયf ,” પુ. ૩, પૃ. ૩૧૨, લીટી ૧૮; તેમ જ જ. એ. સે. બેં. ૧૯૦૮, પૃ. ૭-૧૦). “મનાવાના સંબંધમાં જુઓ સે. બુ. ઇ, ૧૭ પૃ. ૩૮૮, ટીકા ૧ માં આપેલી બુદ્ધષની સમજુતી.
૨. અલબત્ત, રાજા મહામાત્રને ઉદેશીને કહે છે. કેટલાક લેખક માને છે તેમ, ભિક્ષુઓને ઉદશીને તે કહેતો નથી. શબ્દકોશમાં “સંપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com