________________
૩૦૮ પાડોસીઓને આશ્વાસન આપવાને અને (તેઓ) ધર્માચરણ કરે તેની ખાત્રીને માટે મહામાત્ર સ્થાપિત નીતિનિયમથી યુક્ત રહે. વળી, ચાતુર્માસી તુના તિષ્ય–દિવસે આ લિપિ સાંભળવી; અને ખરેખર તિષ્ય-દિવસમાં દરેક ઉત્સવે એક (અમલદાર) પણ તે સાંભળે. આમ. કરીને ( મારી આજ્ઞાનો ) અમલ કરવાને પ્રયત્ન કરો.
ટીકા ૧. “રાહુતિ રાબ્દવાળું વાક્ય ગૂંચવાડાભરેલું છે, અને વિદ્વાનોને તેણે હંફાવેલા છે. સેનાતું સાહેબે તેને આ અર્થ કરેલા છે- મારા હકમેને સક્રિય અનવતવાને લાયક તમારા જેવા આ કામે મને મળી જશે.” બુહલર સાહેબે તેને આ અર્થ કર્યો છે –“આ બાબતમાં તે બધા દેશોમાં મારા અવેક્ષકા રહેશે.” ખુહલર સાહેબે આના સંબંધમાં દેખીતી રીતે નજરચૂકથી “(3) શબ્દને છોડી દીધો છે. “માણુ' શબ્દનો અર્થ “મંત્રી કે આડતિયે કે મદદનીશ” થાય છે. અશેક એમ કહેવા માગે છે કે, તેઓ તેના પિતાના સ્થાનિક મદદનીશ છે, અને તેઓ સરહદના લોકેના પ્રત્યેની તેની પોતાની ઈચ્છાને અમલ કરે છે,
(૪) પરચુરણ ગણુ શિલાલેખ
[ ગ ]
ભાષાંતર
(બ્રહ્મગિરિની નકલ) સુવર્ણગિરિમાંના આર્યપુત્રના અને મહામાના વચનથી ઈસિલના મહામાત્રને (તેમનું) આરોગ્ય પૂછવું, અને (પછી) આમ કહેવું –“દેવોને લાડ કહે છે (કે) “અઢીના કરતાં વધારે વર્ષ સુધી હું ઉપાસક હતા; પણ મેં ખૂબ પરાક્રમ કરેલું નહિ. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com