________________
૩૦૬ દિવસમાં દરેક ઉત્સવે એક (અમલદાર) પણ તે સાંભળે; અને આમ કરીને (તે મારી આજ્ઞાનો) અમલ કરવાનો પ્રયત્ન કરે. આ હેતુથી આ લિપિ અહીં લખી છે કે, નગરવ્યાવહારિકે (શહેરન્યાયાધીશો) રૂપ મહામાત્રો સ્થાપિત નીતિનિયમથી યુક્ત રહે, અને નગરજનને જોરજુલમથી બંધન કે જોરજુલમથી કનડગત થવા ન પામે. વળી, ધર્મપુર:સર આ હેતુથી હું (અમલદારને) દર પાંચ વર્ષે ૨ ફેર કરવા મોકલીશ, (અને તેઓ કામમાં કડક નહિ થાય તેમ જ મિજાજી નહિ થાય, (પણ) નમ્ર થશે. આ હેતુને સમજીને તેઓ મારી આજ્ઞાને અનુસરશે. પણ ઉજજયિનીમાંથી રાજકુમાર આ વર્ગના (અમલદારે)ને મોકલશે અને ત્રણ વર્ષને ઓળંગશે નહિ. તેવી જ રીતે તક્ષશિલામાંથી પણ, એ મહામાત્રો ફેરણીએ જાય ત્યારે પિતાના કર્મને ત્યજ્યા વગર આના ઉપર પણ ધ્યાન આપશે અને રાજાની આજ્ઞાને અનુસરશે.
ટીકા ૧. આ શિલાલેખમાંનું આ વાક્ય અઘરામાં અઘરું છે. દેખીતી રીતે અશોક એમ કહેવા માગે છે કે, કોઈ વ્યકિતને કેદખાનામાં પૂરવામાં આવે કે કનડગત કરવામાં આવે ત્યારે ઉક્ત અમલદારના એક કે બીજા દોષથી થતી એવી કનડગતના પરિણામમાં લોકો નાહક કેદખાનામાં નંખાય છે, અને કેદખાનામાં નંખાયા પછી તેઓ મરણ પણ પામે છે. ૨. જુઓ પૃ. ૬૩.
[ખ].
ભાષાંતર દેવોને લાડકાના હુકમથી રાજકુમારને અને મહામાત્રોને (આમ) કહેવું -હું (મનથી) જે કઈ પણ દેખું છું તે ઇચ્છું છું. શું હું તેને અમલમાં મુકું, એમ; અને (યોગ્ય) સાધનેથી હું તેની શરૂઆત કરું છું. તમને ઉપદેશ કર, એ (ઉત) હેતુ સાધવાનું મુખ્ય સાધન
છે, એમ હું માનું છું. સર્વ મનુષ્યો મારાં સંતાનો છે. જેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com