________________
૩૦૫ છું. આપણે સારા માણસોના સ્નેહને પ્રાપ્ત કરીએ તેટલા માટે તમે અનેક હજારે પ્રાણના ઉપર નીમાયા છે. સર્વ મનુષ્યો મારાં સંતાનો છે. જેવી રીતે મારા સંતાનોની બાબતમાં હું ઇચ્છું છું કે આ લેકના તેમ જ પરલોકના સંબંધનાં સર્વ હિતસુખ તેઓ મેળવે તેવી જ રીતે સર્વ મનુષ્યની બાબતમાં હું એવું જ ઇચ્છું છું. પણ આ બાબતથી . જણાય છે કે, તમે તે સમજતા નથી. કેઈક વ્યક્તિ (અમલદાર) તેના ઉપર ધ્યાન આપે છે, પણ તે અમુક ભાગના જ ઉપર–આખાના ઉપર નહિ. તો આમ જુઓ. નીતિનું સૂત્ર પણ સારી રીતે દર્શાવાયું છે. એમ બને કે, કોઈ વ્યક્તિને બંધન કે કનડગત થાય છે. ત્યાં તેથી કારણ વગર બંધન કે મૃત્યુ થવા પામે છે. વળી, બીજા ઘણું લકાને અતિશય દુઃખ થાય છે. તેથી કરીને તમારે ઈછવું જોઇએ. શું? વચલો માર્ગ ગ્રહવાનું. ઇર્ષા, ખંતની ખામી, કડકપણું, અધીરાઈ, અભ્યાસની ખામી, આળસ અને થાકની લાગણી : એ જાતના સ્વભાવથી કોઈ પણ માણસ યોગ્ય વર્તન રાખી શકે નહિ. આથી કરીને તમારે ઈચ્છવું જોઈએ. શું કે, આ જાતને સ્વભ્રાવ તમારે ન થાય. વળી, આ બધાનું મૂળ ખંત અને ધીરજ છે. નીતિનું આ સૂત્ર છે – “જે હેઠે પડી ગયો હોય તેણે આગળ વધવાને ઊઠવું જોઈએ.”. વળી, મનુષ્ય સંચરવું જોઈએ, આગળ વધવું જોઈએ, અને પ્રગતિ કરવી જોઈએ. આ નીતિસૂત્રને તમારે દેખવું જોઈએ. તો બીજા કશાને વિચાર કર્યા વગર (તમારી જાતને આમ) કહે –“ દેને લાડકાની આશા આવી આવી છે. તેને અમલ મહાફળ આપનાર નીવડે છે, (અને) તેને અમલ ન કરવાથી ભારે નુકસાન થાય છે. જેઓ તેમ ન કરે તેમને સ્વર્ગ નથી મળતું કે રાજાની મહેરબાની નથી મળતી.” મેં (નાખેલી) આ ફરજનું આમ બે પ્રકારનું પરિણામ આવે છે. તમારા મનમાં શંકા શા કારણે હોય? તે બરાબર અદા થશે તે તમે સ્વર્ગને મેળવશો અને મારા પ્રત્યેનું ઋણ ફેડશે. વળી, આ લિપિ તિષ્યનક્ષત્રમાં સાંભળવી જોઇએ, અને તિષ્ય
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com