________________
૨૯૫ હેતુથી ધર્મને વિચાર કરવાની ફરજ પાડશે નિલપતિ ), અને નર થતા (મનુષ્ય)ને (નારત) વિચાર કરવાની ફરજ પાડવાને સારુ તેઓ પરલોકને વિચાર કરીને દાન આપશે તથા ઉપવાસ કરશે.” તે વખતે તેમના કહેવા મુદ્દો એ હતું કે, તેના ધર્મને અનુસરનારા જે ગુનેગારોને વધ થવાનું હોય તેમને જ તે ત્રણે દિવસની મુદત મહેરબાનીના રાહે આપતા હતા. જ. બિ. એ. પી. સે. (૬, ૩૧૮ અને આગળ)માં પ્રસિદ્ધ થએલા લેખમાં આ જ અર્થ સ્વીકારવામાં આવેલો જણાય છે. પરંતુ હવે શ્રીયુત દે. રા. ભાંડારકર એ વાક્યને જુદે જ અર્થ કરે છે; અને તે આ છે –“(એને વધ થવાને હેય) તેમની જીંદગી બચાવવાની બાબતમાં (તેમને) સગાંસંબંધીઓ (રજજુકોમાંના) કેટલાકનાં દિલ પીગળાવશે; અથવા તે અંત આવે એટલે કે, નાશ થત–અટકાવવાને તેઓ પરલોકનો વિચાર કરીને દાન આપશે અથવા ઉપવાસ કરશે.” નિપજાતિ' શબ્દને જે અર્થ કરવામાં આવે તેના ઉપર આ વાક્યના અર્થને ઘણે આધાર રહે છે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબ (જ. . એ. સે, ૧૯૧૬, પૃ. ૧૨૦ અને આગળ)ને અનુસરીને આપણે “ ” ધાતુ લઈએ તે શ્રીયુત દે. રા. ભાંડારકરે પ્રથમ આપેલો અર્થ યોગ્ય ગણાય. પરંતુ “અઘર-જાતક”માંના બે કેસમાં (“જાતક” પુ. ૪, લે. ૩૩૨ માં અને ૩૩૪માં) આ શબ્દ વપરાએલો છે, એ હકીક્તના તરફ લ્યુડસ સાહેબે આપણું ધ્યાન ખેંચ્યું છે. એમાં એ Wિાપદનો અર્થ પીગળાવવું” કે “અટકાવવું થાય છે, અને રાજાઓએ કરેલી સજાને ખાસ ઉદ્દેશીને એક પ્રસંગે તે શબ્દ વપરાએલો છે. આ અર્થ વધારે સારી રીતે બંધ બેસે છે, અને એ રીતે આ વાક્યને અર્થ વધારે સ્વાભાવિક નીવડી શકે છે. વળી, પિતાના ધર્મના કારણે અશોક ન્યાયના હેતુને પણ નષ્ટ કરતે, એવો જે આરેપ અશોકના ઉપર મુકવામાં આવે છે તે આથી દૂર થાય છે.
૮. સેના સાહેબે નિષકિ પિ સ્થિતિને અર્થ “કેદી, તરીકેની મુદતમાં કર્યો છે. ખુહલર સાહેબે તેનો અર્થ “કેદના દરમ્યાનમાં પણ” કર્યો છે. લ્યુડર્સ સાહેબે તેને અર્થ “(નિષતિ ન હોવાથી) મૃત્યકાળ નક્કી થઈ જ ચૂક હોવા છતાં પણુ” કર્યો છે (જ. ૉ. એ.
સ. ૧૯૧૬, પૃ. ૧૨૩). સરખાવો, “મનુસ્મૃતિ” ૮, ૩૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com