________________
૨૮૦ અથવા (પારકાના પાખંડને) ફલાણું અને ઢીંકણું પ્રસંગે ઉતારી પાડવો ન જોઈએ. એથી ઉલટું, ફલાણું અને ઢીંકણ પ્રસંગે પારકાના પાખંડને પૂજવો જોઈએ. એમ કર્યાથી મનુષ્ય પોતાના પાખંડની વૃદ્ધિ કરે છે અને પારકાના પાખંડના ઉપર ઉપકાર કરે છે. તેનાથી ઊંધું કર્યાથી તે પોતાના પાર્ષદને હાનિ કરે છે અને પારકાના પાખંડના ઉપર અપકાર કરે છે; કારણ કે, પોતે પિતાના પાખંડને દીપાવે, એ હેતુથી કેવળ પોતાના પાખંડની ભક્તિથી જે કઈ પોતાના પાખંડને પૂજે છે અને પારકાના પાખંડને ધિક્કારે છે તે ખરું જોતાં તેમ કર્યાથી પિતાના પાર્ષદને સખ્ત હાનિ કરે છે. આથી કરીને સમવાય૩ સારો છે. કેમ કે તેઓ એકબીજાના ધર્મને સાંભળે અને વધારે સાંભળવાની ઈચ્છા કરે તેટલા માટે. દેવેને લાડકાની આ જ ઇચ્છા છે. શી ? બધા પાષડે બહુશ્રત અને કલ્યાણસાધક થાય. જેઓ ફલાણું અને ઢીંકણું પાખંડથી પ્રસન્ન હોય તેમને કહેવું જોઈએ કે, “સર્વ પાખંડમાં સારની વૃદ્ધિ થાય અને પરસ્પર વખાણ થાય, એ દેવેને લાડકાને જેવાં લાગે છે તેવાં દાન કે પૂજા લાગતાં નથી.” આ હેતુથી ધર્મમહામાત્ર, સ્ત્રીઓના અધ્યક્ષ, વ્રજભૂમિકા અને બીજા (અમલદારોના) નિકાયો વ્યાપી રહ્યા છે, અને તેનું ફળ આ છે–પિતાના પાખંડની વૃદ્ધિ, અને ધર્મનું દીપન.
ટીકા ૧. આ શિલાલેખને અર્થ બરાબર સમજવો હોય તે જુએ પૃ. ૧૦૧ અને આગળ.
૨. “ જોતિ ” અને “મતિના શબ્દની બાબતમાં સરખાવો અશેકને સાતમે મુખ્ય શિલાલેખ.
૩. “સમવાય' શબ્દ “ ' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલો છે. તે ધાતુને અર્થ “ભેગા મળવું” કે “એકઠા થવું” થાય છે. અશોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com