________________
ર૭૯
થાય છે કે, ગિરનારની નકલમાં બીજા પ્રસંગે વપરાએલા ‘નો શબ્દનો અર્થ બીજી નકલમાં તેના બદલામાં વપરાએલા “વન' શબ્દના અર્થને મળતે છે. “વ” એટલે “વર્ગ છે. શ્રીયુત દે. રા. ભાંડારકર એમ માને છે કે, “અધિકારી વર્ગને ઉલ્લેખ એથી અહીં થાય છે.
કાન
થાય છે અને સંભક
તથા એ
વતન માવા
[ ૧૧ ].
ભાષાંતર દેવોને લા પ્રિયદર્શી રાજા આમ કહે છે-જેવું ધર્મદાનધર્મને પરિચય, ધર્મને ભાગ અને ધર્મને સંબંધ– છે તેવું બીજું કેઈ દાન નથી. તેમાં આમ થાય છે:-“દાસની અને નોકરની સાથે યોગ્ય વર્તન, માતાપિતાનું કહ્યું સારી રીતે સાંભળવું તે, મિત્રોને તથા ઓળખીતાને અને સગાંસંબંધીને તથા બ્રાહ્મણને અને શ્રમણોને યોગ્ય દાન (અને) સારો ગણાતો પ્રાણીઓને અવધ.” પિતાએ, પુ, ભાઈઓ, સ્વામીએ, મિત્રે અથવા ઓળખીતાએ એટલું જ નહિ, પણું પાડેસીએ આમ કહેવું જોઈએ –“ આ સારું છે, આ કરવું જોઈએ.” એ રીતે તેવું કરનાર આ લોકને આરાધે છે અને એ ધર્મદાનથી પરલોકમાં અનંત પુણ્ય મેળવે છે.
[ ૧૨ ]
ભાષાંતર દેવેને લાશ્કે પ્રિયદર્શી રાજા સર્વ પાખંડના લેકેને, સાધુઓને અને ગૃહસ્થને દાનથી અને વિવિધ પૂજાથી આરાધે છે. પરંતુ સર્વ પાખંડના (લેકામાં) સારની વૃદ્ધિ થવી જોઈએ, એ દેને લાડકા પ્રિયદર્શી રાજાને જેવું લાગે છે તેવાં દાન અને પૂજા લાગતાં નથી. પણ સારની વૃદ્ધિ ઘણું જાતની છે. પણ તેના મૂળમાં વાચાગુપ્તિ (વાસંયમ) છે. કેવી રીતે? કાંઈ પણ કારણ વગર પિતાના પાર્ષને પૂજો કે પારકાના પાખંડને ધિક્કાર ન જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com