________________
૨૭૭
એ હેતુ સફળ થાય ત્યાંસુધી આ મંગળ કરવું જોઈએ; અને તે કરવામાં આવે ત્યારપછી હું તે ફરીથી સફળ કરીશ.”
| ( ગિરનારની અને ધવલીની તથા યાવગઢની નકલ)
વળી, એમ કહેવાય છે કે, “દાન સારું છે.” પણ ધર્મદાનના જેવું બીજું કાંઇ પણ દાન નથી. તેથી કરીને મિત્રે, સહાનુભૂતિ રાખનારે, સગાએ અથવા ગાઠિયાએ વિવિધ બાબતોમાં પરસ્પર આમ કહેવું જોઈએ -“આ ધર્મ છે. આ સારું છે. આથી સ્વર્ગ મેળવી શકાય છે.” આવી રીતે સ્વર્ગને મેળવવું, એના કરતાં વધારે સાધવાયોગ્ય બીજું શું હોઈ શકે?
(કાશીની અને શાહબાઝગઢીની તથા મનહરની નકલ)
કારણ કે, અહીંનું દરેક મંગળ સંશયવાળું છે. કદાચ તે એ હેતુને સફળ કરે અને કદાચ તે આ લોકમાં ન રહે. પરંતુ આ ધર્મમંગળ કાળવશ નથી. તે એ હેતુને આ લેખમાં સફળ કરતું નથી તો પણ પરલેમાં તે અનંત પુણ્યને પ્રસરે છે. પણ તે એ હેતુને સફળ કરે છે તે આ લેકમાંને એ હેતુ, અને એ ધર્મમંગળથી પરલોકમાં અનંત પુણ્યની પ્રાપ્તિ, એ બને અહીં સધાય છે.
૧. “મવાદ-વિવાદ' શબ્દને માટે જુઓ “દીઘનિકાય,” ૧, ૯૯.
૨. આ શિલાલેખના વિવિધ ભાગની સમજુતીને માટે જુઓ પૃ. ૧૦૭ તથા ૧૬૧ અને ૧૬૫.
૩. માત્ર કાલશીની અને શાહબાઝગઢીની તથા મનહરની નકલમાં આ જવામાં આવે છે. (જ. ૉ. એ. સે, ૧૯૧૩, પૃ. ૬૫૪)
[ ૧૭ ].
ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા યશને કે કીર્તિને ભેટે અર્થ સાધનાર માનતા નથી–સિવાય કે, વર્તમાન કાળમાં કે ભવિષ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com