SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ વાતને મેળ બેસે છે. આથી કરીને એફ. ડબલ્યુ. થોમસ સાહેબે આપેલી સમજુતી આજે સૌ કોઈ સ્વીકારે છે. (જ. ર. એ. સો, ૧૯૧૪, પૃ. ૩૮૩-૩૮૬; ૧૯૧૫. પૃ. ૧૧૨ ), વળી, જુઓ પૃ. પર-પ૩. ૪. કર્ન સાહેબે અને તેને અનુસરીને ખુહૂલર સાહેબે “મનુષા ' શબ્દનો અર્થ “તપાસણીની ફેરણીઓ” કર્યો છે. આ અર્થ ખરે લાગે છે. સેઈનટ પીટર્સબર્ગના શબ્દકોશની મદદથી બ્રાહ્મણસાહિત્યમાંથી કેટલાક ઊતારા પિતાના મતના સમર્થનમાં તેમણે આપેલા છે. આ અર્થની પુષ્ટિમાં પાલિ ભાષાના સાહિત્યમાંથી પણ આધાર મળી શકે છે. દાખલા તરીકે, જુઓ “મજિઝમનિકાય, પુ. ૩, પૃ. ૮, લીટી ૧૯; પૃ. ૧૭૪, લીટી ૫ અને ૧૭.” પરંતુ સેનાત સાહેબે તેને અર્થ “સભા” કર્યો છે; પણ એમ બનવું અશક્ય લાગે છે. તેનું પહેલું કારણ એ કે, એ અર્થના સમર્થનમાં કાંઈ આધાર મળતો નથી. તેનું બીજું કારણ એ કે, જેને માટે આ શિલાલેખની ઘણીખરી નક્લેમાં “નિક્સ' શબ્દ વપરાય છે તે હાલીચાલી શકે એવી ભૌતિક વસ્તુ હેવી જોઈએ. આપણે “સત્તાનું નિવમા’ ન કહી શકીએ, પણ આપણે “અનુસા ચિંતુ” તો કહી શકીએ. અલબ, “ ” એમ આપણે કહીએ છીએ, પરંતુ તેને અર્થ “સભામડ૫માં ગ” થાય છે; “સભામાં ગયે અથવા જોડાયો’ એવો તેનો અર્થ થતો નથી. તેનું ત્રીજું કારણ એ કે, “ચનસંચાર ” શબ્દ યાવગઢના અલગ શિલાલેખમાં જોવામાં આવે છે, પણ ધવલીમાની તેની નકલમાં તે જોવામાં આવતું નથી. તેને અર્થ સેના સાહેબે કર્યો છે તેમ “સભા થતા હોય તો, મહત્ત્વના આવે શબ્દ બીજી કોઈ પણ નકલમાં શાથી જોવામાં આવતો નથી, એ સમજીસમજાવી શકાતું નથી. પણ તેને અર્થ માત્ર “ફેરણી અથવા તપાસણીની ફેરણી” થતું હોય તે “નિદ્ર” ધાતુના પ્રયોજક રૂપથી એ જ અર્થ નીકળે છે, અને “૩નુસંધાન' શબ્દ વાપરવાની ખાસ જરૂર રહેતી નથી. બસઢ ગામમાંથી મળી આવેલી એક મુદ્રામાં એ જ શબ્દ જોવામાં આવે છે. એ મુદ્રામાં સારું અનુસંધાન કર ” [સાલિ (અમલદારે) ના ફેરણીના મુકામેથી] એમ લખેલું છે, એમ શ્રીયુત દે. રા. ભાંડારકર કહે છે (આ. સ. ઈ. એ. રી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy