________________
૨૩૨ લઈ જનાર ફિરોઝ તઘલકે એ થાંભલો ત્યાં આણેલો, એવું અનુમાન કરવામાં આવ્યું છે.
ઉત્તરવિહારના ચંપારણ્ય પ્રાંતમાં અશોકના સ્તંભલેખેવાળા ત્રણ થાંભલા જોવામાં આવે છે. રધીય (રાધિયા) ગામના અગ્નિખૂણે સવા ગાઉના અંતરે– અને બેટિયાના રસ્તે કેસરિયા સ્તૂપના વાયવ્યખૂણે દસ ગાઉના છેટે- આવેલા અરરાજમહાદેવના જાણીતા હિંદુમંદિરના નિત્ય ખૂણે અધગાઉના જેટલા દૂર આવેલા “લારિયા ” નામક ગામડાની બાજુમાં લૌરિયા–અરરાજને (અથવા રધીયનો કે રાધિયાને) થાંભલે ઊભેલો છે. એ સ્થળના વાયવ્યખૂણે નેપાળની દિશામાં આગળ જતાં લૌરિયા-નંદનગઢનો (અથવા મઠીયનો કે માથિયને ) મનહર થાંભલે જોવામાં આવે છે. અશોકના થાંભલાએ પૈકીના માત્ર એ જ થાંભલાની ઉપર મૂળને ટોચવાળો ભાગ આજે પણ મેજૂદ છે. મઠીયની (માથિયની ) ઉત્તરદિશાએ દોઢ ગાઉના છે.- અને નંદનગઢનાં ખંડેરોની બાજુમાં– આવેલા લૌરિયા” નામક ગામના પાડોસમાં એ થાંભલે ઊભેલો છે. બ્લશ સાહેબે કહ્યું છે તેમ, નંદનગઢનાં ખંડેરે મૌર્યકાળની પહેલાંના સમયનાં છે. પિપ્પલવનને “કયલાને સૂપ” એ જ સ્થળે હતો, એમ કહેવાય છે. “મહિઉદ્દીન મુહમ્મદ ઔરંગઝિબ પાદશાહ અલમગિર ગાઝી”ના નામવાળો ૧૦૭૬ ની સાલ (ઇ. સ. ૧૬૬૦-૧૬૬૧ ) ફારસી લેખ એ થાંભલાની ઉપર કેરેલે છે તે મીર જુમલાના લશ્કરના કેક ઉત્સાહી મુસલમાને ઘણું કરીને કાતર્યો હતો. તે સમયે એ લશ્કર બંગાળામાંથી પાછું ફરતું હતું. એ થાંભલાના ટોચભાગની નીચે જ બંદુકની ગોળીનું ગોળ નિશાન દેખાય છે તે એમ સાબીત કરે છે કે, કારીરના એ થાંભલાને નષ્ટ કરવા પ્રયતન મીર જુમલા કરી રહ્યો હતો. તેના ઇશાનખૂણે દસેક ગાઉના અંતરે અને પિપરિયા ગામના ઇશાનખૂણે અધગાઉના છેટે- રામપૂર્વ રામપર્વો નું
૧. આ. સ. ઈ. એ.રી, ૧૯૦૬-૧૯૦૭, પૃ. ૧૧ અને આગળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com