________________
ર૩૭ વિતરેલું હતું. દક્ષિણદિશાની ચેથી ન ઈ. સ. ૧૯૧૫ માં મશ્કિ ગામમાંથી મળી આવી હતી. ૧ નિઝામ સરકારના રાયચુર પ્રાંતમાં એ ગામ આવેલું છે. મશ્કિને લેખ ખંડિત છે તે પણ બહુ મહત્ત્વને છે; કારણ કે, અશકના બીજા બધા લેખમાં માત્ર પ્રિયદર્શિન' નામ છે ત્યારે મસ્કિના શિલાલેખમાં “અશોક નામ ખેચેમ્બુ આપેલું છે.
સ્તંભલેખે (ક) સાત મુખ્ય સ્તંભલેખે અશોકના સ્તંભલેખવાળા થાંભલાઓ હિંદુસ્તાનનાં મેટામેટાં સ્થળોમાં ઊભા કરવામાં આવેલા હોવાથી રસિક મુસાફરો તે તેમને સારી રીતે પિછાને છે. તે પૈકીને જૂનામાં જૂનો થાંભલો દિલ્લીમાં છે. તે મૂળે શિવાલિકમાંથી (અથવા ટોપ્રામાંથી) દિલ્લીમાં આણવામાં આવેલ. સામાન્ય રીતે તે ફિરોઝશાહની લાટ કહેવાય છે. સુલતાન ફિરોઝ તઘલકને સમકાલીન શમ્સ-ઈ-સિરાઝ કહે છે તેમ, દિલ્લીથી નેવું કેસના જેટલા દૂર પર્વતની તળાટીની પાસે યમુના નદીના કાંઠાની બાજુમાં “ટોપ્રા” (અથવા હેરા’, ટમેર', નહેરા” વગેરે) નામક ગામ છે ત્યાંથી ઈ. સ. ૧૩૫૬ માં તેને ખસેડીને સુલતાને દિલ્લીમાં આપ્યો હતો અને ફિરોઝાબાદમાંના કિલ્લાની ટોચે તેને ગેઠવા હતા. એ થાંભલાની ઉપર અશોકના સાત સ્તંભલેખો કોતરાએલા છે; પણ બીજા બધા થાંભલાઓની ઉપર તે તેના છ જ સ્તંભલેખે કોતરેલા જોવામાં આવે છે. તેના સાતમા સ્તંભલેખની પહેલી અગિયાર લીટીઓ એ થાંભલાની પૂર્વદિશાની સપાટીના ઉપર કોતરેલી છે, અને બાકીની લીટીઓ આખા થાંભલાની આસપાસ કોતરવામાં આવી છે. એ લેખના અક્ષર હાથે લખેલા હશે તેથી
૧. હ આ. સ, અંક ૧, પૃ. ૧-૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com