________________
રર૯ 'શિલાની પૂર્વ દિશાની તેમ જ પશ્ચિમદિશાની બાજુએ અશોકના ચૌદ મુખ્ય શિલાલેખો પૈકીના બારમા લેખ સિવાયના બાકીના બીજા લેઓ કોતરવામાં આવેલા છે. એ નકલેમનિ બારમો શિલાલેખ છેક ઇ. સ. ૧૮૮૯ માં સ્વર્ગસ્થ સર હેરોડ ડિનને જડી આવ્યા હતો. ઉપલી શિલાથી પચાસેક વારતા જેટલી દૂર ૫ડેલી બીજી શિલાના ઉપર તે લેખ કરવામાં આવેલો છે. “શાહબાઝગઢી'નામ તે હમણાંનું છે. પણ હાલના ગામની જગ્યાએ મૂળે બહુ જૂનું અને વિસ્તારવાળું શહેર વસેલું હોવું જોઈએ. કનિંગહામ સાહેબ કહે છે તેમ, ત્યાં “સંતરજાતકવાળું પ્રાચીન બૌદ્ધતીર્થ પિલુ-૧ (યુઆન સ્વાંગ) અથવા કે--(સેંગ્યુન) આવેલું હશે. અશેકના સામ્રાજ્યમાં ગણાતા યવન–પ્રાંતનું મુખ્ય શહેર ઘણું કરીને તે હતું.
અશોકના ચૌદ મુખ્ય શિલાલેખોની બીજી નકલ મન શહરમાંથી મળી આવેલી છે. વાયવ્યંકાણના સરહદી પ્રતિમાંના હઝારા કસબામાં
બટાબાદની ઉત્તરદિશાએ આઠેક ગાઉના જેટલું દૂર તે ગામ આવેલું છે. અહીં બે શિલાઓના ઉપર માત્ર પહેલા બાર જ લેખે કાતરાએલા મળી આવેલા છે. તેરમે અને ચૌદમે લેખ ઘણું કરીને તે શિલાઓની બાજુમાં જ કઈ સ્થળે દબાઈ રહ્યો છે જોઈએ. હજી તેમને શોધી કાઢવાનું કામ બાકી છે. એ ગામના પાડોસમાં જૂના કાળના વસવાટની કાંઈ પણ નિશાની નથી; પણ સર આ. સ્ટીન સાહેબે બતાવ્યું છે તેમ, આજે ઘેરી” નામથી ઓળખાતા– કશ્મીરી ભાષામાં “ભટ્ટારિકા' (દેવી અથવા દુર્ગ) નામથી ઓળખાતા– તીર્થસ્થાનની દિશામાં જતા પ્રાચીન રસ્તાની બાજુમાં પડેલી શિલાના ઉપર ઉક્ત શિલાલેખ કાતરાએલ જણાય છે. આપણે ઉપર કહી ગયા છીએ કે, શાહબાઝગઢીની નકલને બારમે લેખ જૂદી શિલાના ઉપર કતરાએલો છે; પણ મનહરની નકલન એ જ લેખ શિલાની
૧. ક. આ. સ. વી., ૫, ૮-૨૩; ક. કો. ઈ. ઈ., ૧, ૮-૧૨,
૨. પ્ર. વી. આ. સ. ન. . ક. પ્રા., ૧૯૦૪-૧૯૦૫, પૃ. ૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com