________________
૨૨૮ આઠમું પ્રકરણ.
- અશકની ધર્મલિપિઓ. (૧) સ્થળનિર્દેશ વગેરે.
શિલાલેખ (ક) ચૌદ મુખ્ય શિલાલેખે. અશોકની ધર્મલિપિઓ શિલાઓના ઉપર કે પથ્થરની થાંભલાઓના ઉપર અથવા ગુફાઓમાં કોતરવામાં આવેલી છે. પ્રથમ તો આપણે તેના “ચૌદ મુખ્ય શિલાલેખોને વિચાર કરશું. અનુક્રમસર ચૌદ જૂદા જૂદા લેખેના ઉક્ત સંગ્રહનો નન્ને સહજ પાઠફેરની સાથે અને બોલીઓની ખાસિયતોની સાથે જુદાં જુદાં સાત સ્થળેથી મળી આવેલી છે. આપણે આપણા દેશના વાયવ્યકેશુથી. શરૂઆત કરશું. વાયવ્યકોણના સરહદી પ્રતિમાંના પેશાવર જિલ્લાના યુસુફઝાઈ મહાલમાં પેશાવરથી ઈશાનખૂણે આશરે ૨૦ ગાઉ દૂર આવેલા શાહબાઝગઢીમાંથી ઉક્ત લેખોની એક નકલ મળી આવેલી છે. “જનરલ કેટે ” સાહેબે સૌના પહેલાં તેના તરફ આપણું ધ્યાન ખેંચ્યું હતું. એ નકલ કપુર્દ ગઢીની બાજુમાં છે, એવું કેર્ટ સાહેબે કહેલું તેથી કરીને શરૂઆતમાં તે કપુર્ઘગઢીની નકલ કહેવાતી હતી. પરંતુ કપુર્ઘગઢી તે એક ગાઉના જેટલું દૂર છે; અને અશોકના લેખવાળી શિલા તો તેનાથી વધારે મેટા શાહબાઝગઢી ગામની હદમાં જ તેનાથી પાએક ગાઉના જેટલી દૂર પડેલી છે. શાહબાઝગઢી ગામની તરફ પિતાની પશ્ચિમદિશાની બાજુ ધરી રહેલી ટેકરીના ઢોળાવના ઉપર ૨૬૩ વારની ઊંચાઈએ આવી રહેલી, ૮ વારની લંબાઈની અને ૩૩ વારની ઊંચાઈની તથા ૩૩ વારની જાડાઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com